Tiruchirapalli News : તિરુચલાપલ્લીથી શારજાહ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. સાંજે 5.40 વાગ્યે ટેકઓફ થતાં જ પ્લેનના લેન્ડિંગ ગિયર સાથે જોડાયેલ હાઈડ્રોલિક સિસ્ટમ ફેલ થઈ ગઈ હતી. આ પછી પ્લેન લગભગ 3 કલાક સુધી આકાશમાં ચક્કર લગાવતું રહ્યું. આ પછી પ્લેન લગભગ 8.15 વાગ્યે સુરક્ષિત રીતે લેન્ડ થયું.એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ નંબર AXB 613માં 141 મુસાફરો અને ક્રૂ મેમ્બર સવાર હતા. ખામીની જાણ થતાં જ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, વિમાનમાં હાજર ઈંધણ ઓછું કરવા માટે પાઈલટ આકાશમાં ચક્કર લગાવી રહ્યો હતો.
મળતી માહિતી મુજબ, પાયલટ તરફથી ઈમરજન્સી મેસેજ મળ્યા બાદ ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સને એરપોર્ટ પર તૈનાત કરવામાં આવી હતી. ઉપરાંત ઈમરજન્સી રેસ્ક્યુ ટીમને પણ તૈયાર રાખવામાં આવી હતી. સમગ્ર એરપોર્ટ સ્ટાફને એલર્ટ પર રાખવામાં આવ્યો હતો. એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા લેન્ડિંગની જાહેરાત થતાં જ તેનું લેન્ડિંગ નિર્ધારિત પ્રક્રિયા મુજબ કરવામાં આવ્યું હતું.મળતી માહિતી મુજબ, પાઈલટ તરફથી ઈમરજન્સી મેસેજ મળ્યા બાદ ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સને એરપોર્ટ પર તૈનાત કરી દેવામાં આવી છે. ઈમરજન્સી રેસ્ક્યુ ટીમ પણ તૈયાર છે. સમગ્ર એરપોર્ટ સ્ટાફને એલર્ટ પર રાખવામાં આવ્યો છે. એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા લેન્ડિંગની જાહેરાત થતાં જ તેનું ઈમરજન્સી લેન્ડિંગ નિર્ધારિત પ્રક્રિયા મુજબ થઈ શકે છે.
બેંગલુરુથી કોચી જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ (IX 1132)ના એન્જિનમાં શનિવારે મોડી રાત્રે અચાનક આગ લાગી ગઈ હતી. આ પછી ફ્લાઈટનું બેંગલુરુ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. તમામ 179 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.દિલ્હીથી બેંગ્લોર જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-807ને દિલ્હી પરત ફરવું પડ્યું હતું. દિલ્હી એરપોર્ટના અધિકારીએ જણાવ્યું હતું કે ફ્લાઇટ સાંજે 6:38 વાગ્યે સુરક્ષિત રીતે ઉતરી હતી. ફ્લાઈટના એર કન્ડીશનીંગ યુનિટમાં આગ લાગવાના ડરને કારણે પ્લેનને પાછું લાવવામાં આવ્યું હતું. ફ્લાઈટમાં 175 મુસાફરો સવાર હતા.દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે અયોધ્યાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E2702 લેન્ડ થઈ શકી ન હતી. આ પછી તેને ચંદીગઢ ડાયવર્ટ કરવામાં આવી હતી. જ્યારે ફ્લાઈટને ત્યાં લેન્ડ કરવામાં આવી ત્યારે ફ્લાઈટમાં માત્ર 2 મિનિટનું ઈંધણ બચ્યું હતું. ઘટના 13મી એપ્રિલની છે.
આ પણ વાંચો:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા મામલે આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી
આ પણ વાંચો:હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ત્રીજી યાદી કરી જાહેર
આ પણ વાંચો:હરિયાણાની હાર પર કોંગ્રેસે કહ્યું- આ ‘તંત્રની જીત,લોક તંત્રની હાર’
