Surat News/ સુરતમાં નવ વર્ષની બાળકી પર ફોઈના પુત્રએ કર્યુ દુષ્કર્મ

સુરતમાં નવ વર્ષની બાળકી (Minor) પર દુષ્કર્મ (Rape) આચરવામાં આવ્યું છે. આ દુષ્કર્મ બીજા કોઈએ નહીં પણ ફોઇના પુત્રએ જ આચર્યુ છે. બાળકીના માતાપિતા બહાર ગયા હતા ત્યારે આ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ફોઈનો પુત્ર બાળકી સાથે દુષ્કર્મ કરતો હતો તે પડોશી જોઈ ગયા હતા.

Gujarat Surat Breaking News

Surat News: સુરતમાં નવ વર્ષની બાળકી (Minor) પર દુષ્કર્મ (Rape) આચરવામાં આવ્યું છે. આ દુષ્કર્મ બીજા કોઈએ નહીં પણ ફોઇના પુત્રએ જ આચર્યુ છે. બાળકીના માતાપિતા બહાર ગયા હતા ત્યારે આ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ફોઈનો પુત્ર બાળકી સાથે દુષ્કર્મ કરતો હતો તે પડોશી જોઈ ગયા હતા.

સુરતની પોલીસે 19 વર્ષીય મનીષને કાપોદ્રાથી પકડી પાડ્યો તો. ચોક બજાર પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. બાળકીના માબાપ શાકભાજી ખરીદવા ગયા હતા ત્યારે ફોઈના પુત્રએ આ દુષ્કર્મ આચર્યુ હતું. આરોપીની ધરપકડ કરી તેનો મોબાઇલ ફોન કબ્જામાં લેતા પોર્ન સાઇટ લિંકની હિસ્ટ્રી મળી હતી. બાળકીના કણસવાનો અવાજ સાંભળીને પડોશીએ બારીની ફાટમાંથી જોયું તો સગીરાને તેનો પિતરાઈ જ પીંખતો હતો.  આમ આરોપી પુખ્ત છે, પણ પીડિત સગીર હોવાથી આરોપી સામે પોક્સો હેઠળ કાર્યવાહી ચાલશે. તેના મોબાઇલમાંથી મળી આવેલી પોર્ન લિંક બધુ બતાવશે.

આ પહેલા નવરાત્રિ દરમિયાન જ સુરતના માંગરોળના બોરસણ  ગામની સીમમાં સગીરા પર બળાત્કારની ઘટના બની હતી. રાત્રે સગીરા તેના એક મિત્ર સાથે ઉભી હતી, ત્યારે ત્રણ અજાણ્યા શખ્સો આવ્યા હતા. અજાણ્યા ઈસમોએ સગીરા સાથે મિત્ર યુવકને માર માર્યો હતો. બાદમાં, તેઓ તેને નજીકના નિર્જન સ્થળે લઈ ગયા અને દુષ્કર્મ આચર્યું. ત્રણ પૈકી એક પર આ ગુનાને અંજામ આપવાની શંકા છે. અન્ય બે લોકોએ ગુનો કર્યો છે કે કેમ તે તપાસનો વિષય છે.

ઘટના બાદ સુરત જિલ્લા રેન્જ આઈજી, સુરત જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી અને કોસંબા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તેમજ આરોપીઓને પકડવા માટે ડોગ સ્કવોડની મદદ લેવામાં આવી હતી અને આરોપીઓની ધરપકડ પણ થઈ ચૂકી છે. પીડિતાએ આરોપીઓને ઓળખી પણ બતાવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નિર્ભયાકાંડ ના આરોપીઓ બાદ, સુરત દુષ્કર્મના આરોપીને અપાશે ફાંસી, જાણો કયારે અને કયા..?

આ પણ વાંચો: ખારાઘોડા ગામે હિન્દુસ્તાન સોલ્ટ લીમિટેડે ઉભા પાક પર બુલડોઝર અને ટ્રેક્ટર ફેરવી દેતા ખેડૂતોમાં રોષ

આ પણ વાંચો: વડોદરામાં 4 વર્ષ બાળકી સાથે સ્કુલમાં થઇ ક્રુરતા, જાણીને તમે પણ રડી પડશો…