
રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને કહ્યું છે કે..આપણા દેશના સૈનિકો 125 કરોડ દેશવાસીઓની રક્ષા માટે સૈનિકોને વળતર અને યુદ્ધ દરમિયાન વિક્લાંગ થયેલા જવાનોને પેંશન આપવા માટે આપવામાં આવે. ભૂતપૂર્વ સૈનિકોને સંતુષ્ટ કરવા માટે OROP ને સારી રીતે લાગુ કરવું જોઇએ. રાહુલ ગાંધીએ પત્રમાં લખ્યું હતું કે, આપણા જવાન દરરોજ આપણા દેશની રક્ષા માટે પોતાના જીવને જોખમમાં મુકે છે. આપણું કર્તવ્ય છે કે, આપણે તેમને વિશ્વાસ અપાવી કે, સમગ્ર દેશ તેમાના પરિવાર અને તેમની સાથે છે.યુદ્ધ વખતે જવાનો વિકંલાંગ બની જતા હોય છે. માટે વિક્લાંગ થવા પર પેન્શન ઓછું થઇ જાય છે. જવાનોને સાતમાં પગાર પંચની ભલામણોથી દૂર રાખવામાં આવી રહ્યા છે.તેમને યોગ્ય વળતર અને પેન્શન મળે તેવી માંગ કરતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને પત્ર દ્વારા અપીલ કરી હતી
