Valsad News : વલસાડમાં ગેરકાયદે આધારકાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાતા પોલીસ તંત્ર દોડતું થયું છે. તપાસમાં ઉમરગામના ભીલાડમાં ફોટો સ્ટુડિયોમાં નકલી આધારકાર્જ બનાવવાનું કૌભાંડ ચાલતું હોવાનું બહાર આવ્યું હતું. આઅંગે મામલતદારની ટીમને માહિતી મળતા આ ઠેકાણે દરોડો પાડવામાં આવ્યો હતો. મારૂતિ કોમ્પ્લેક્સમાં સેમ્પની ફોટો સ્ટુડિયોમાં ગેરકાયદે આધારકાર્ડ બનાવવાનું રેકેટ ચાલતું હતું.
પોલીસ તપાસમાં 500 રૂપિયાથી લઈને એક હજાર રૂપિયામાં આધારકાર્ડ બનાવી આપવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે. વધુ તપાસ કરાતા મહારાષ્ટ્રમાં રજીસ્ટર થયેલી કીટનો ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવતો હોવાનું ખુલ્યું હતું. પોલીસે દરોડો દરમિયાન સ્ટુડિયોમાંથી લેપટોપ,ફિંગર પ્રિન્ટ ડિવાઈસ અને અન્ય સામગ્રી કબજે કરી હતી. આ કેસમાં પોલીસે રમેશ વરઠા નામના શખ્સની અટકાયત કરી છે.
આ અંગે ભીલાડ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચો:નેતાન્યાહુના ઘર પર રોકેટથી હુમલો, ઈઝરાયેલી સેનાએ વળતો જવાબ આપ્યો, 100થી વધુના મોત
આ પણ વાંચો:ભાભીના પ્રેમમાં પાગલ દિયરે ભાઈને મોતને ઘાટ ઉતાર્યો
આ પણ વાંચો:સુરતમાં બાળક રમતા રમતા ચોથા માળેથી નીચે પટકાતા મોત
