Banaskantha News/ બનાસકાંઠામાં માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી

માવજી પટેલે વાવ વિધાનસભામાં નોંધાવી અપક્ષ ઉમેદવારી

Top Stories Gujarat

Banaskantha News : બનાસકાંઠામાં માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ભાજપના આગેવાન માવજી પટેલે વાવ વિધાનસબામાં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જેને પગલે પૂર્વ સાંસદ, મહામંત્રી માવજી પટેલને મળવા પહોંચ્યા હતા. બીજીતરફ માવજી પટેલ ઉમેદવારી પરત ન ખેંચે તો ભાજપને નુકશાન થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

ભાજપ આગેવાનમાંથી બે આગેવાનોએ અપક્ષ ઉમેદવારી કરી છે. જેને પગલે વાવ વિધાનસભા માટે માવજી પટેલને મનાવવાનો દોર શરૂ થયો છે. બીજીતરફ મિટીંગમાં માવજી પટેલ માન્યા છે કે નહી તે રહસ્ય અકબંધ છે. ભાજપ આગેવાનમાંથી પટેલ સમાજ માંથી બે આગેવાને અપક્ષમાં ઉમેદવારી કરી છે. પૂર્વ સાંસદ પરબત પટેલ મહામંત્રી કનુ વ્યાસ અને વસંત પુરોહિત માવજીભાઈ પાસે પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે.

બીજીતરફ વાવ વિધાનસભા માટે વટ રાખવા ભાજપ કોંગ્રેશ એડી ચોંટી નું જોર લગાવશે તેવું લાગી રહ્યું છે. દરમિયાન ભાજપ આગેવાન માવજી પટેલ કેમ રિસાયા એ બાબતે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં સાઇબર ગઠિયાઓનો નવો કીમિયોઃ ગે એપ્લિકેશનનો કરાતો ઉપયોગ

આ પણ વાંચો:પોકર અને રમી જુગાર નથી… ગેમિંગ એપ પર અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય

આ પણ વાંચો:શું ફાયરિંગ બાદ સલમાન ખાન હવે ગેલેક્સી એપાર્ટમેન્ટ છોડી રહ્યો છે? ભાઈ અરબાઝે કહ્યું,જગ્યા બદલવાની જરૂર નથી