Ankleshvar: અંકલેશ્વરમાં ચાલતી ટ્રેનમાં ચડતી વખતે એક યુવક ડબ્બો અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયો હતો. અંકલેશ્વર રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચડવાની કોશિશમાં એક યુવક ડબ્બો અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયો હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, બે દિવસ પહેલા અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસેથી પસાર થતી જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતા યુવક ડબ્બો અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયો હતો.
ટ્રેનના પાયલોટને આ અંગેની માહિતી મળતાં તેણે ટ્રેનને રોકી હતી, જ્યારે રેલવે પોલીસના જવાનો અને મુસાફરોએ દોડીને યુવકને સુરક્ષિત બહાર કાઢ્યો હતો. તપાસ બાદ જાણવા મળ્યું કે યુવક ભેરુરામ ગેહલોત છે, જે રેલવેમાં સિગ્નલ ટેકનિશિયન તરીકે કામ કરે છે. તેઓ મધ્યપ્રદેશના સામગઢમાં ફરજ બજાવે છે. યુવકને ઇજા થતાં તેને સારવાર માટે મોકલવામાં આવ્યો હતો.
સદનસીબે યુવાનનો જીવ બચી ગયો હતો. હાલમાં તેને હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યો છે. આમ રેલ્વેનો કર્મચારી જ ટ્રેનની નીચે આવતા આવતા રહી ગયો હતો.
આ પણ વાંચો:ઈસરો સ્વતંત્રતા દિવસે આપશે દેશવાસીઓને ખાસ ભેટ, EOS-8 સેટેલાઈટ કરશે લૉન્ચ
આ પણ વાંચો:વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ઈસરોએ અંતરિક્ષ ક્ષેત્રે નવી સિદ્ધિઓ સર કરી
આ પણ વાંચો:ચંદ્ર પર માનવ મોકલવાની પણ તૈયારી કરી ચુક્યું છે ઈસરો! જાણો ગગનયાન મિશન
