નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી રવિવારે ઉત્તર પ્રદેશના બહરાઇચમાં પરિવર્તન સભાને સંબોધીત કરવાના હતા. પરંતું ખરાબ હવામાનના લીધે હેલીકોપ્ટર લેન્ડ ના થઇ શક્તા PM મોદીએ સભાને મોબાઇલ ફોનથી સંબોધન કર્યું હતું. ત્યાર બાદ પીએમ મોદી લખનઉ પરત આવી ગયા હતા. પીએમ ફોન પર સંબોધન કરતા જણાવ્યું હતું કે, ‘ તમે જોયુ હશે કે સરકાર કાળુ નાણું છુપાવનાર લોકો પાછળ પડી છે. સરકાર ગરીબને સશક્ત કરવાને લઇને પ્રતિબદ્ધ છે.
પીએમે વધુમાં જણાવ્યું હતું કે ઉત્તરપ્રદેશના વિકાસ માટે ગરીબી અને ગુંડા રાજને ખતમ કરવાની જરૂર છે. ઉત્તર પ્રદેશ બીજેપીન અધ્યક્ષ કેશવ પ્રસાદ મોર્યએ સભામાં પહોંચીને જાણકારી આપી હતી કે, પીએમ ખરાબ હવામાનના લીધે નહી આવી શકે. પરંતુ તે ફોન દ્વારા લોકોને સંબોધિત કરશે.
