Vadodara News: ગુજરાત સરકારના અનિસૂચિત જાતિ કલ્યાણ વિભાગ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ વિભાગ દ્વારા ચાલુ કરાયેલ શિષ્યવૃતિ (Scholarship) ચાલુ કરાવવા વાલીઓનું ઈ-કેવાયસી (E-KYC) કરાવવાનું ફરજીયાત કરવામાં આવ્યું હતું. ઈ-કેવાયસી ન થાય ત્યાં સુધી શિક્ષકોએ દિવાળી વેકેશન પર ન જવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારે વડોદરામાં ફતેગંજ આદર્શ હિન્દી વિદ્યાલયમાં (Hindi School) પરિપત્રનો અમલ શક્ય નથી તેમ શાળાના આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ મામલે મંતવ્ય ન્યૂઝે રિયાલિટી ચેક કર્યુ હતું.

વડોદરામાં (Vadodara) ફતેગંજ આદર્શ હિન્દી વિદ્યાલયના આચાર્ય કિરણ પટેલે મંતવ્ય ન્યૂઝને જણાવ્યું હતું કે સરકારે વિદ્યાર્થીઓના વાલીઓને આધારકાર્ડ અને રેશનકાર્ડનું ઈ-કેવાયસી કરાવવાનો આદેશ આપ્યો છે. રાજ્ય સરકારે શિક્ષકોનું દિવાળી વેકેશન રદ કરી ઈ-કેવાયસી કરવા હાજર રહેવાનો આદેશ આપ્યો છે. પરંતુ તેમણે જણાવ્યું હતું કે આદર્શ હિન્દી વિદ્યાલયમાં ગુજરાત સરકારના પરિપત્રનો અમલ નહીં થઈ શકે.

આચાર્યએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ પરપ્રાંતીય હોવાથી ઈ-કેવાયસી કરવું શક્ય નથી, 319 વિદ્યાર્થી પરપ્રાંતીય હોવાથી ઈકેવાયસી અશક્ય છે. 319 વિદ્યાર્થી પરપ્રાંતીય હોવાથી રેશનકાર્ડમાં અન્ય સરનામું હોવાથી પ્રક્રિયા થઈ શકશે નહીં. થોડા સમય અગાઉ ગુજરાત સરકારે વંદે ગુજરાત દ્વારા એક કોન્ફરન્સ યોજી ફરજીયાત શિક્ષકોને ઈ-કેવાયસી કરવાનો આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો:વડોદરામાં બે જૂથ વચ્ચે ધીંગાણું
આ પણ વાંચો:વડોદરાના શિનોરમાં બે મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં 3ના મોત, અન્ય 3 ઈજાગ્રસ્ત
આ પણ વાંચો:વડોદરાના રેપ કેસમાં આરોપીને 20 વર્ષની આકરી કેદની સજા
