Vadodara News: વડોદરાના (Vadodara) શિનોરમાં બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત (Accident) થતા 3ના મોત નિપજ્યા છે. આજે નવા વર્ષને દિવસે 1 બાળક સહિત 2 લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા, બાળકને ગંભીર હાલતમાં વડોદરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી છે.
વડોદરા જીલ્લામાં શિનોરમાં સીમળી અને સેગવા ચોકડા વચ્ચે આજે નૂતન વર્ષના પ્રારંભે અકસ્માતમાં 3ના કમકમાટીભર્યા મોત થયા હતા. અકસ્માતમાં 3ના મોત, 1 બાળક સહિત 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ગંભીર ઇજાગ્રસ્ત બાળકને વડોદરામાં SSG હોસ્પિટલ ખસેડાયું છે. હાલ બાળક ગંભીર છે તેમજ બે મહિલાઓને નાની ઈજા પહોંચી છે. ડભોઇના વણાદરાથી શિનોરના સીમળી ગામે પોતાની સાસરીમાં જમાઈ આવતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.
જ્યારે મોટા ફોફળિયા ગામના ખેત શ્રમિક 2 બે વ્યક્તિ શિનોર તરફથી સેગવા તરફ જતા હતા, તેમાંથી એક પુરુષનું મોત નિપજ્યું હતું. બે મોટરસાયકલના અકસ્માતમાં કુલ 3 મોત જ્યારે અંદાજિત 4 વર્ષની બાળકી ગંભીર હાલતમાં છે. અકસ્માત સર્જાતા શિનોર પોલીસ 108 ઈમરજન્સી સર્વિસ એમ્બ્યુલન્સ જાણ કરાતા તાત્કાલિક એમ્બ્યુલન્સ શિનોર પોલીસ બનાવ સ્થળે દોડી આવી હતી.
આ પણ વાંચો:દિવાળી દરમિયાન અકસ્માતના 921 અને દાઝવાના 38 કોલ મળ્યા
આ પણ વાંચો:પાટણમાં અકસ્માત સર્જાતા એક જ પરિવારના ચાર લોકોના મોત, દિવાળી પરિવાર માટે લાવી શોક
આ પણ વાંચો:રાજ્યમાં રવિવારે પાંચ અકસ્માતમાં 7ના મોત, 4 ઇજાગ્રસ્ત