Ahmedabad News/ રાજ્યમાં રવિવારે પાંચ અકસ્માતમાં 7ના મોત, 4 ઇજાગ્રસ્ત

રાજ્યમાં રવિવારે ચાર અકસ્માતમાં છ મોત થયા હતા અને ત્રણને ઇજા થઈ હતી. મહેસાણા અમદાવાદ હાઇવે પર થયેલા અકસ્માતમાં ત્રણના મોત થયા હતા.

Gujarat Top Stories Ahmedabad Surat Breaking News

Ahmedabad News: રાજ્યમાં રવિવારે પાંચ અકસ્માત (Accident)માં સાત મોત થયા હતા અને ચારને ઇજા થઈ હતી. મહેસાણા અમદાવાદ હાઇવે પર થયેલા અકસ્માતમાં ત્રણના મોત થયા હતા. મહેસાણા-અમદાવાદ હાઇવે પર મેવડ ટોલનાકા નજીક જગુદણ ગામની જોડે ગમખ્વાર અકસ્માત થયો હતો. ઇકો ટાયરનું ટાયર ફાટતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં દાદાદાદી અને પૌત્રના મોત થયા હતા અને કારચાલક સહિત બેને ઇજા પહોંચી હતી.

કાર પાટણથી આવી રહી હતી. અકસ્માતની જાણ થતાં મહેસાણા પોલીસ દોડી આવી હતી. મૃતકોનું પંચનામુ કરીને તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા. આ સિવાય ઇજાગ્રસ્ત કારચાલકને પણ દાખલ કરવામાં આવ્યો હતો.ઇકો ગાડીમાં બેસીને એક પરિવાર પાટણથી મીનાવાડા (Meenawada) દર્શનાર્થે ગયો હતો. દરમિયાન, મહેસાણા-અમદાવાદ હાઇવે પર જગુદન ચોકડી પાસે ઇકો ગાડીનું ટાયર અચાનક ફાટ્યું હતું. આથી, ઇકા કારચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલટી મારી હતી.

આ ઉપરાંત અમદાવાદ જિલ્લામાં બાવળા-ચાંગોદર હાઇવે પર થયેલા અકસ્માતમાં એકનું મોત થયું હતું. બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રકે બાઇકને ટક્કર મારતા બાઇક ચાલકનું મોત થયું હતું. તેના લીધે બાઇક ચાલકના કુટુંબમાં શોકને માહોલ છે. ઘટનાની જાણ થતાં ચાંગોદર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પંચનામુ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થેમોકલી આપ્યો છે.

આ સિવાય સુરતના ચલથાણ ખાતે મોપેડ ચાલકને અકસ્માત નડ્યો હતો. અમદાવાદથી મુંબઈ જતાં નેશનલ હાઇવે પર અકસ્માત ફર્યો હતો. યુવાન દિવાળીનો સામાન લઈને પરત ફરી રહ્યો હતો. ઘરવખરીનો સામાન લઈ જતી વખતે યુવકને અકસ્માત નડ્યો હતો. મોપેડ સ્લીપ થતાં યુવક હાઇવે પર પટકાયો હતો. તેના પછી ડમ્પર યુવકના માથા પરથી ફરી વળ્યું હતું.

ડમ્પર ચાલક બનાવ બન્યા પછી તરત ભાગી છૂટ્યો હતો. ડમ્પરનું ટાયર માથા પર ફરી વળતા યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં કડોદરા પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતના પગલે નેશનલ હાઇવે પરનો ટ્રાફિક વ્યવહાર ખોરવાયો હતો. કડોદરા પોલીસે મૃતકને પોસ્ટમોર્ટમ માટે મોકલીને અકસ્માત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ સિવાય બનાસકાંઠાના ધાનેરા સાંચોર હાઇવે પરના અકસ્માતમાં એકનું મોત થયું છે. કોટડા ગામ પાસે ટેલર અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત થયો હતો. તેમા યુવાનનું મોત થતાં કુટુંબમાં શોકનું વાતાવરણ છે. યુવાનના મૃતદેહનો પોસ્ટમોર્ટમ અર્થે ધાનેરા ખસેડવામાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. આ સિવાય ગીર-સોમનાથમાં બે બાઇક સામસામે અથડાતા એકનું મોત થયું હતું અને એકને ઇજા થઈ હતી.

આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં ખાનગી ટ્રાવેલ્સની બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો. લીંબડી અને રાજકોટ હાઇવે પર પરશુરામ ધામ પાસે અકસ્માત થયો હતો. ટ્રેલર પાછળ ખાનગી બસ ઘૂસી જતાં એક વ્યક્તિને ઇજા થઈ હતી. ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે અન્ય 30 જેટલા મુસાફરોનો આબાદ બચાવ થતાં જાનહાનિ ટળી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ-સુરતમાં ત્રણ માર્ગ અકસ્માતમાં ત્રણના મોત

આ પણ વાંચો: અમદાવાદમાં બાવળા ચાંગોદર માર્ગ પર સર્જાયો અકસ્માત, ખેલૈયાનું મોત

આ પણ વાંચો: અમદાવાદમાં જીએમડીસી ખાતે ડોમ ઉતારતા થયો અકસ્માત, મજૂરોને પંહોચી ઇજા