New Delhi/ દિલ્હીમાં વાયુ પ્રદૂષણને અટકાવવા સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

અગાઉ 11 નવેમ્બરના રોજ કોર્ટમાં કોઈ પણ ધર્મ પ્રદૂષણમાં વધારો કરતી પ્રવૃત્તિઓને સમર્થન આપતી નથી,

Top Stories India Breaking News

New Delhi News: દિલ્હીમાં વાયુ પ્રદૂષણને (Air Pollution) અટકાવવા પગલાં લેવાની માગ કરતી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. આ કેસની સુનાવણી જસ્ટિસ અભય એસ ઓક અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચમાં થશે. વરિષ્ઠ એડવોકેટ અપરાજિતા સિંહની અપીલ પર આ કેસ નોંધવામાં આવ્યો છે. જેમણે દિલ્હીની વર્તમાન સ્થિતિને જોતા તાત્કાલિક સુનાવણીની માગ કરી હતી.

Delhi pollution: GRAP 3 curbs to be imposed from November 15 as residents  choke | India News - Times of India

14 નવેમ્બરના રોજ એમિકસ ક્યુરીએ કહ્યું હતું – દિલ્હી સરકારે પ્રદૂષણ માટે કંઈ કર્યું નથી, સ્થિતિ ગંભીર છે. દિલ્હી વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર ન બને. આ પછી કોર્ટે સુનાવણી 18 નવેમ્બરે નક્કી કરી છે.  આ મામલો દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ વ્યવસ્થાપન સાથે સંબંધિત છે. જે એમ.સી.મહેતા દ્વારા દાખલ કરવામાં આવી છે. તે NCR રાજ્યોમાં વાહનોનું પ્રદૂષણ, ઘન કચરાનું વ્યવસ્થાપન અને સ્ટબલ બાળવા જેવા મુદ્દાઓને આવરી લે છે.

Delhi pollution: Blame game between AAP and BJP, air quality in poor  category - Delhi News | India Today

દિલ્હીમાં વધતા પ્રદૂષણને કારણે, કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) એ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)નો ચોથો તબક્કો લાગુ કર્યો છે. તેના નિયમો સવારે 8 વાગ્યાથી લાગુ થશે. 1 નવેમ્બરની સવારે, દિલ્હીમાં AQI 300 થી ઉપર નોંધાયો હતો. ત્યારથી તે સતત વધ્યો છે. 17 નવેમ્બરના રોજ, AQI 450 થી વધુ નોંધાયો હતો.

છેલ્લી સુનાવણી અને કોર્ટના 2 નિવેદનો

નવેમ્બર 14ના રોજ હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં પહોંચતા પહેલા શા માટે સાવચેતીનાં પગલાં લેવામાં ન આવ્યાં ? વાસ્તવમાં, એમિકસ ક્યુરીએ કહ્યું હતું – CAQM એ સમજાવવું જોઈએ કે શા માટે તેઓએ AQI ને બગડવાની મંજૂરી આપતા પહેલા GRAP-ફેઝ 3 નો અમલ કર્યો નથી.

Air pollution in Delhi - Wikipedia

અગાઉ 11 નવેમ્બરના રોજ કોર્ટમાં કોઈ પણ ધર્મ પ્રદૂષણમાં વધારો કરતી પ્રવૃત્તિઓને સમર્થન આપતી નથી, સ્વચ્છ હવા એ મૂળભૂત અધિકાર છે, દિવાળી દરમિયાન ફટાકડા પર પ્રતિબંધ મૂકવાના આદેશના ઉલ્લંઘન પર કહેવામાં આવ્યું હતું કે પ્રદૂષણ વધે તેવી પ્રવૃત્તિઓને કોઈ ધર્મ સમર્થન આપતો નથી. દિલ્હી સરકારે બે અઠવાડિયામાં નિર્ણય લેવો જોઈએ કે ફટાકડા પર પ્રતિબંધ આખા વર્ષ માટે લંબાવવો કે નહીં. કોર્ટે કહ્યું હતું કે, સ્વચ્છ વાતાવરણમાં રહેવું એ બંધારણની કલમ 21 હેઠળ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પર્યાવરણના પ્રદૂષણને લઈ સૌથી પહેલા કોણે કરી હતી સુપ્રીમમાં અરજી, બની ગઈ ઐતિહાસિક લડાઈનું પ્રતીક

આ પણ વાંચો:દિલ્હીમાં શાળાઓ બંધ અને Grasp-3 લાગુ, 25 વિસ્તારોમાં AQI 400થી વધુ, પ્રદૂષણ ખતમ થશે?

આ પણ વાંચો:પહાડોથી મેદાની વિસ્તાર સુધી હવા બની ઝેરી, વાયુ પ્રદૂષણથી લોકોને શ્વાસ લેવામાં પડી રહી છે તકલીફ