ગુજરાતમાં માત્ર ત્રણ દિવસના ટુંકા ગાળામાં રાજકીય સીનેરીયો બદલાઇ ગયો શનિવારે બપોરે ગુજરાતના પુર્વ બની ગયેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સરદાર ધામના કાર્યક્રમના મંચ પર હતાં. તો આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુલ સંબોધન પણ કર્યુ હતું. અને આ સંસ્થાના ટ્રસ્ટી તરીકે ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ પણ હાજર હતાં કાર્યક્રમ પુરો થયો એટલે રૂપાણી સીધા ભાજપના વરિષ્ઠ આગેવાનો સાથે રાજભવન ગયા અને પોતાનું રાજીનામુ આપી દીધું પત્રકાર સમક્ષ જરાપણ નારાજગી વગર રાજીનામાની જાહેરાત પણ કરી, રવિવારે ગુજરાત વિધાનસભા ભાજપ પક્ષની બેઠક મળી તેમાં ગુજરાતના નવા સુકાની તરીકે સરદાર ધામના ટ્રસ્ટી એવા ભુપેન્દ્રભાઇ પટેલના નામની જાહેરાત થઇ ગઇ અને સોમવારે તેમણે શપથ પણ લઇ લીધા ત્રણ દિવસમાં સત્તા પરિવર્તન નો આખો અઘ્યાય પુર્ણ થઇ ગયો. અત્યારે પ્રશ્ન છે કે હવે કોનો વારો છે ?

સત્તા પરિવર્તન નો પવન : છ માસના ટુંકાગળામાં ભાજપ શાસિત રાજયોના પાંચ મુખ્યમંત્રી બદલાઇ ચુકેલા છે. કર્ણાટકમાં મૂખ્યમંત્રી યેદિયુરપ્પાના રાજીનામા બાદ ત્યાં બોડમાઇ ગોઠવાયા, ઉત્તરાખંડમાં એક નહિ પણ બે-બે મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિહ રાવત અને તીરથ રાવત ગયા અને તેમના સ્થાને પુષ્કારસિંહ ધામી ગોઠવાયા, આસમમાં પાંચ વર્ષ મુખ્ય મંત્રી રહેનાર સદાનંદ સોનોવાલના સ્થાને હેમંત બીરવા ગોઠવાયા અને ઉપર જણાવી ગયા તે પ્રમાણે ગુજરાતમાં રૂપાણીના સ્થાને ભુપેન્દ્ર પટેલ ગોઠવાયા હવે શું ? આવતા દિવસોમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણીપુર અને ગોવાની ચૂંટણી આવી છે. ત્યારે બાદ ર૦રરમાં જ ગુજરાત અને હિમાલ પ્રદેશમાં ચૂંટણી છે. હરિયાણા અને મઘ્યપ્રદેશના મૂખ્યમંત્રી સામે કચવાટ યથાવત છે. આ બધા સંજોગો વચ્ચે રાજકીય વર્તુળોમાં ચર્ચાએ થાય છે કે હવે કોનો વારો છે ? ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથ અત્યારે તો બચી ગયા છે. પંજાબમાં તો કોંગ્રસનું શાસન છે જયારે મણિપુરમાં બંડખોર કોંગ્રેસી ભાજપની કંઠી પહેરીને મુખ્યમંત્રી પદની ગાદી ભોગવે છે તો ગોવામાં તોડફોડના રાજકારણના લીધે મુખ્યમંત્રી બનેલા સંદીપ સાવંત છે. તેમની અને કોંગ્રેસમાંથી આવેલા કેબિનેટ મંત્રી વિશ્ર્વનાથ રાણા વચ્ચે લાંબા સમયથી ગજગ્રાહ ચાલુ જ છે. બન્ને વચ્ચેનો વિવાદ ઘટવાના બદલે વધતો જાય છે. કદાચ હવે ગોવાના મુખ્યમંત્રી બદલાય તો કોઇને આશ્ર્ચર્ય નહિ થાય જો કે ત્યાં પણ યુપીની જેમ ચૂંટણી બહુ દુર નથી.

સત્તા પરિવર્તન થઇ શકે છે :
જયારે હરિયાણામાં ચૂંટણીને હજી ઘણીવાર છે પણ ત્યાં મનોહરલાલ ખટ્ટર સામે જાટ સમુહ અને ખેડૂતોનો વિરોધ ઉગ્ર છે. ત્યાં દુષ્યંત ચોટાલાના પક્ષની ભાગીદારીથી સત્તા મળી છે. પરંતુ ત્યાં ખેડૂતોનો રોષ પરાકાષ્ટાએ છે. ર૦ર૪માં લોકસભાની ચૂંટણીમાં ભાજપની બેઠકો ઘટે તે મોદીને પોસાય તેવું નથી. એટલે ત્યાં કદાચ મુખ્યમંત્રી બદલવાની કવાયત થઇ શકે છે.

આ માટેનો તખ્તો પણ બરાબર ગોઠવાઇ ગયો હોવાનું ચર્ચાય છે. જયારે ર૦ર૩માં એટલે કે લોકસભાની ચૂંટણી પહેલા એક વર્ષે ત્રિપુરા વિધાનસભાની ચૂંટણી છે. ત્યાં ડાબેરીઓનો ગઢ તોડ્યા બાદ ભાજપને સત્તા મળી છે. વિપ્લવ દેવ મુખ્યમંત્રી બન્યા છે. પરંતુ તેમની કાર્યશૈલી સામે ભાજપના એક વર્ગને જ વાંધો છે. આ રાજયમાં હજી ડાબેરીઓ સાવ સારૂ થયા નથી અને કોંગ્રેસનું પણ અસ્ત્ત્વિ યુપી સહીતના અન્ય રાજયો કરતાં તો સારૂ જ છે. આ સ્થિતિ વચ્ચે પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની નજર ત્રિપુરા પર છે. આ પક્ષના વરિષ્ઠ આગેવાન મુકુલ રોય ટીએમસીમાં પરત ફર્યા છે. ર૦૧૮ની ચૂંટણીમાં મુકુલ રોયની ગોઠવણોના કારણે જ ભાજપને સત્તા મળી હતી તે હક્કિત છે. ટીએમસી ત્રિપુરામાં પોતાનું સંગઠન મજબુત બનાવી દીધું છે. હવે આગામી દિવસોમાં વિપ્લવ દેવની કાર્યશૈલીના કારણે ભાજપની બાજી વધુ બગડે તે પહેલા ભાજપ ત્યાં નેતાગીરી બદલી ડેમેજ કંટ્રોલ કરી ભાજપના શાસન સામેની એન્ટી ઇન્કમ્બન્સીને ખાળવા માગે છે.

મધ્યપ્રદેશમાં પણ સત્તા પરિવર્તન નો પવન :
આ સંજોગો વચ્ચે મઘ્યપ્રદેશમાં પણ શિવરાજસિંહ કચવાટ સામે કચવાટ છે. આ રાજયોમાં ગ્વાલીયરના રાજવી જયોતીરાદિત્ય સિંધિયા કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા બાદ શીવરાજસિંહની મુખ્યમંત્રી તરીકે સત્તા વાપસી થઇ છે. શીવરાજને પોતાના ટેકેદારો, ભાજપની સનિષ્ઠો અને જયોતિરાદિત્યના કેટલાક સમર્થકોનો વાંધો છે. શીવરાજસિંહ ચૌહાણ મઘ્યપ્રદેશમાં ર૦૧રથી સત્તાની હેટ્રીક કર્યા બાદ સત્તા ગુમાવી હતી અને ઉપર જણાવી ગયા તે પ્રમાણે જયોતીરાદિત્ય સિંધિયાની મહેરબાનીથી સત્તા પાછી મેળવી છે. શિવરાજસિંહ અત્યારે પહેલાની જેમ મોદી શાહની જોડીની ગુડબુકમાં નથી તેમને ગમે ત્યારે દિલ્હી મળવા બોલાવે અને પછી વિદાય આપી દે તેવી શક્યતા નકારી શકાતી નથી. જયારે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર પણ સાવ સલામત નથી.

આમ ભાજપમાં મુખ્યમંત્રી બદલવાની પ્રક્રિયા ચાલુ જ છે. ર૦૧૪થી ર૦ર૧ સુધીમાં મુખ્યમંત્રી બદલવાનો ખેલ ભાજપમાં ખેલાયો છે. તેવો ભુતકાળમાં કયારેય ખંલાયો નથી. કારણ કે ર૦૧૪ની ચૂંટણી બાદ ભાજપ દ દેશનો મુખ્ય પક્ષ બન્યો છે. અત્યારે કોંગ્રેસની સત્તા માત્ર ત્રણ જ રાજયમાં છે. ત્રણ સ્થળે ભાગીદારીમાં છે. જો કે તે પક્ષ શાસિત ત્રણેય રાજયો પંજાબ રાજસ્થાન અને છત્તીશગઢમાં મુખ્યમંત્રીઓ સામે કચવાટ ચાલુ જ છે. જો કે મુખ્યમંત્રી બદલાયા નથી. જો કે સૌથી વહેલી ચૂંટણી પંજાબની છે ત્યાં કેપ્ટન વર્સિસ ક્રકેટર કમ એન્કર વચ્ચેનો વિવાદ યથાવત છે. અને હવે કેપ્ટનએ રાજીનામું આપ્યું છે. અને નવા મુખ્યમંત્રીની મથામણ ચાલુ છે ત્યારે સુખજીંદર રાંધવા ના નામ પર મહોર મરાય તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે.

આ સંજોગો વચ્ચે ભાજપ કોંગ્રેસ બન્ને પક્ષમાં સ્થિતિ લગભગ સરખી જ છે. ભાજપે મુખ્યમંત્રીએ બદલવા સહિતના નિર્ણયો લેવાના શરુ કર્યા છે. તો કોંગ્રેસ બે વર્ષથી પોતાના રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી પણ કરી શક્યો નથી. ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીમાં ભડકા બાદ રાજીનામું આપી ચુકેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી પોતાના હોદ્દા પર ચાલુ જ છે. અને હજી સુધી તેમના અનુગામીનો નિર્ણય લઇ શકાયો નથી.
Tips / શું તમે પણ વાઇ-ફાઇ પાસવર્ડ પણ ભૂલી ગયા છો, આરીતે મેળવો પાછો
ગૂગલની ભેટ / ટૂંક સમયમાં તમે ઘણી ટીવી ચેનલો નિ:શુલ્ક જોઈ શકશો
સારા રિચાર્જ પ્લાન / રિલાયન્સ જિયોના 5 સૌથી સસ્તા ડેટા પ્લાન, 1 જીબી ડેટા 4 રૂપિયાથી ઓછામાં ઉપલબ્ધ થશે
WhatsApp / મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ ફીચર લાવ્યું જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, જાણો વિગતો
