Fat Loss Tips: આજના સમયમાં દરેકને સ્લિમ અને ફીટ દેખાવું છે. આ માટે લોકો જીમમાં (Weight loss) પરસેવો પાડે છે અને કડક ડાયટ ફોલો કરે છે. પરંતુ ઘણીવાર જલ્દી રિઝલ્ટ મેળવવાની લાલચમાં લોકો એવી ભૂલો કરી બેસે છે, જે તેમના શરીરને અંદરથી તોડી નાખે છે. વજન ઘટવાને બદલે શરીરમાં નબળાઈ, વાળ ખરવા અને હોર્મોનલ સમસ્યાઓ ઘર કરી જાય છે. જો તમે પણ વજન ઉતારવા માંગતા હોવ, તો આ 5 ભૂલો ક્યારેય ન કરતા.
ભૂખ્યા રહેવું કે ભોજન છોડવું (Skipping Meals)
મોટાભાગના લોકો માને છે કે ખાવાનું છોડી દેવાથી વજન જલ્દી ઉતરે છે. આ સૌથી મોટી ગેરસમજ છે.
નુકસાન: જ્યારે તમે લાંબા સમય સુધી ભૂખ્યા રહો છો, ત્યારે તમારું શરીર ‘સર્વાઈવલ મોડ’માં જતું રહે છે અને ચરબી બર્ન કરવાને બદલે તેને સંગ્રહ કરવા લાગે છે. આનાથી મેટાબોલિઝમ ધીમું પડે છે અને તમને અશક્તિ લાગે છે.
કાર્બોહાઈડ્રેટ અને ફેટ બિલકુલ બંધ કરવું (Weight loss)
‘રોટલી બંધ કરી દો, ભાત ન ખાઓ’ – આવી સલાહ સામાન્ય છે.
નુકસાન: શરીરને એનર્જી માટે કાર્બોહાઈડ્રેટ અને હેલ્ધી ફેટ્સની જરૂર હોય છે. જો તમે આ વસ્તુઓ બિલકુલ બંધ કરી દેશો, તો મગજ અને શરીર યોગ્ય રીતે કામ નહીં કરી શકે. સંતુલિત આહાર લેવો જરૂરી છે, તેને બંધ કરવો નહીં.
ગજા બહારની કસરત કરવી (Over Exercising)
ઘણા લોકો જીમમાં કલાકો સુધી વર્કઆઉટ કરે છે અને શરીરને આરામ નથી આપતા.
નુકસાન: સ્નાયુઓને રિકવર થવા માટે આરામની જરૂર હોય છે. વધારે પડતી કસરત કરવાથી ઈજા થવાનો ભય રહે છે અને શરીર થાકીને લોથપોથ થઈ જાય છે. કસરતની સાથે પૂરતી ઊંઘ પણ એટલી જ મહત્વની છે.
પાણી ઓછું પીવું (Dehydration)
વજન ઘટાડવાની પ્રક્રિયામાં પાણી સૌથી મહત્વનો ભાગ ભજવે છે.
નુકસાન: જો તમે પૂરતું પાણી નથી પીતા, તો શરીરમાંથી ઝેરી તત્વો (Toxins) બહાર નથી નીકળતા. પાણી ઓછું પીવાથી પાચન બગડે છે અને વજન ઉતરતું અટકી જાય છે.
માત્ર પ્રોટીન પર નિર્ભર રહેવું (Weight loss)
માત્ર પ્રોટીન શેક કે સપ્લીમેન્ટ્સ પીને વજન ઉતારવું (Weight loss) જોખમી છે. કુદરતી ખોરાકમાંથી મળતા વિટામિન્સ અને મિનરલ્સ શરીર માટે અનિવાર્ય છે.
વજન ઉતારવું (Weight loss) એ ધીરજ માંગી લેતી પ્રક્રિયા છે. કોઈ જાદુઈ દવા કે ક્રેશ ડાયટિંગથી વજન ઉતારવાનો પ્રયાસ ન કરો. પૌષ્ટિક આહાર અને નિયમિત કસરત જ સાચો અને સુરક્ષિત રસ્તો છે.
આ પણ વાંચો: શું તમને પણ જલ્દી થાક લાગે છે અને વાળ ખરે છે? હોઈ શકે છે આયર્નની ઉણપ, જાણો તેના કારણો અને ઈલાજ
આ પણ વાંચો : સાવધાન: તમારા રસોડામાં જ છુપાયેલું છે કેન્સરનું જોખમ? આ 7 વસ્તુઓ ખાતા પહેલા સો વાર વિચારજો!
આ પણ વાંચો: શું BP ની દવાઓ તમારી કિડની ખરાબ કરે છે? જાણો કાર્ડિયોલોજિસ્ટ શું કહે છે?
