Dahod News/ દેવગઢ બારીયામાં પરણિતાના આપઘાત મામલામાં મોટો ખુલાસો

દાહોદ જીલ્લાના દેવગઢ બારીયામાં મોટી ખજૂરી ગામે ડેમ ફળીયામાં મંજુલાબેન દીલિપભાઈ

Top Stories Gujarat

Dahod News: દાહોદના (Dahod) દેવગઢ બારીયામાં પરણિતાના આપઘાત (Suicide) મામલામાં મોટો ખુલાસો થયો છે. પરિણીતાએ આપઘાત કર્યાની મનઘડંત વાર્તા કહેનાર પતિ જ હત્યારો નીકળતા પોલીસે હત્યામો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

દાહોદ જીલ્લાના દેવગઢ બારીયામાં મોટી ખજૂરી ગામે ડેમ ફળીયામાં મંજુલાબેન દીલિપભાઈ બારીયા (ઉંમર 35)એ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. જોકે, મૃતકના પરિવારજનોએ તેના પતિ પર આક્ષેપો કર્યા હતા, તેથી પોલીસે આ દિશામાં પણ તપાસ આગળ વધારી હતી. જેમાં મહિલાના મોત અંગે ખુલાસો થયો છે.

Bengaluru Shocker: Father Attacks Daughter's Jilted Lover With Iron Rod,  Stabs Him With Knife Over Harassment; Arrested | 📰 LatestLY

મૃતદેહને પી.એમ. અર્થે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખસેડાયો હતો, જેમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવી હત્યા કરાઇ હોવાનું બહાર આવતાં દેવગઢ બારીયા પોલીસે હત્યાનો ગુનો નોંધી પતિને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પરિણીતાએ એક તરફી પ્રેમીના ત્રાસના કારણે 7 માં માળેથી કૂદી કર્યો આપઘાત

આ પણ વાંચો:સાસરીયાના ત્રાસથી પરણિતાએ કર્યો આપઘાત

આ પણ વાંચો:અરવલ્લીના વાત્રકગઢમાં પરિવારનો સામુહિક આપઘાત : કારણ છે… દારૂ