Ahmedabad News/ કાર્તિક પટેલને મહેસૂલ વિભાગના આશીર્વાદ? નિયમો નેવે મૂક્યા છતાં વાળ વાંકો નહીં

આ હુકમ કયા નેતા કે અધિકારીના આશીર્વાદથી કરવામાં આવ્યો હતો તે મોટો સવાલ છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: ‘ખ્યાતિકાંડ’ના મુખ્ય પ્રણેતાઓમાંનો એક કાર્તિક પટેલ અને અન્ય મળતિયાઓના એક પછી એક કારનામા સામે આવી રહ્યાં છે. કાર્તિક પટેલે એક પછી એક નિયમોના ધજાગરા ઉડાડ્યા હોવાના કારનામાં સામે આવી રહ્યાં છે. મહેસૂલ વિભાગના નિયમોના ધજીયા ઉડાડી ગેરકાયદેસર પ્રવૃતિ આચરી વગ અને પૈસાના જોરે જમીન પચાવતા હડકંપ મચ્યો છે.

કાર્તિક પટેલ (kartik patel) ગેરકાયદેસર સાંતેજની પાર્ક લેન્ડ એવન્યુ સોસાયટીમાં પ્લોટ લેનાર અનેક લોકોની જમીન કબ્જે કરવામાં સફળ રહ્યો હતો. ત્યારે પાર્ક લેન્ડના જૂના પ્લોટ ધારકોએ કાયદેસરન લડત લડી કાર્તિક આણી મંડળીએ બીજા જૂના સભ્યો પણ લડતમાં સામેલ ન થાય તે પહેલા પાર્ક લેન્ડનું 10 સોસાયટીમાં વિભાજન કરવાનો વિચાર કર્યો હતો.

અરજદારો આક્ષેપ કરી રહ્યા છે કે આ વિભાજનની અરજી મંજૂર ન થયા બાદ કાર્તિકે જોહુકમી ચલાવી વિભાજન કરવામાં સફળ રહ્યો હતો. મહત્વનો સવાલ ઊભો થઈ રહ્યો છે કે વિભાજન મંજૂર કરાવવા પાછળ કોના આશીર્વાદ છે તે દિશામાં તપાસ કરવાની જૂના સભ્યો જણાવી રહ્યા છે. કાર્તિક પટેલે આ મામલે એક સમાચાર પત્રકમાં સોસાયટીના સભ્યોની મીટિંગની જાહેરાત આપી સભ્યોની હાજરી બતાવી વિભાજનનો ઠરાવ પસાર કર્યો હોવાનું બતાવ્યું હતું. જોકે, સભ્યોના નામમાં એકથી વધુનો ઉલ્લેખ અને સહીમાં ફેરફાર હોવા છતાં વિભાજન કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. સોસાયટીના વિભાજનમાં 47 હજાર વાર જેટલી જમીનનો ક્યાંય ઉલ્લેખ કરાયો ન હોવાથી સોસાયટીના સભ્યોએ તપાસ કરવાની અરજી કરી છે.

આ હુકમ કયા નેતા કે અધિકારીના આશીર્વાદથી કરવામાં આવ્યો હતો તે મોટો સવાલ છે. જાન્યુ. 2024માં રજીસ્ટ્રાર કચેરી, ગાંધીનગરના તપાસ અહેવાલમાં સ્પષ્ટ થયું હતું કે જૂના સભ્યોને ફાળવેલ પ્લોટમાં 60 ટકા જેટલી કપાત કરાતા તેમની સાથે અન્યાય કરી, નવા લોકોને નવી શરતની જમીન હોવા છતા પ્લોટ વેચ્યા હોવાનું ખુલાસો થયો છે. કાર્તિક પટેલ અને તેના મળતિયાઓએ જમીન મામલે નવા અને જૂના સભ્યોને પ્લોટ ફાળવવામાં ઘણા ઝોલ કર્યા હોવાનું હાલ જોવા મળી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદની વધુ એક “ખ્યાતિ” હોસ્પિટલ, મોતના સોદાગરોએ પરિવારજનોને મૃતદેહ સોંપવાનો કર્યો ઈન્કાર

આ પણ વાંચો:ખ્યાતિકાંડ મામલે ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, તમામ ફરાર આરોપીઓ વિરુદ્ધ LOC જાહેર

આ પણ વાંચો:‘ખ્યાતિકાંડ’ બાદ સરકાર એક્શનમાં, રાજ્યની 7 હોસ્પિટલ કરાઈ બ્લેકલિસ્ટ