Mahesana News/ મહેસાણાના યુવકની જાણ બહાર નસબંધી, એક માસ બાદ અપરણિત યુવાનના લગ્ન

Mahesana News : મહેસાણાના ભોગ બનનાર યુવકએ આક્ષેપ કર્યો છે કે, તેની જાણ બહાર તેને દારૂ પીવડાવીને 29 નવેમ્બરે અડાલજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નસબંધીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

Gujarat Breaking News

Mahesana News : અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલના ઓપરેશન કાંડ બાદ વધુ એક ચોંકાવનારો ઓપરેશન કાંડ સામે આવ્યો છે. મહેસાણાના યુવાનની જાણ બહાર નસબંધીનું ઓપરેશન કરી દેવાયાનો આક્ષેપ કરાયો છે. મહેસાણાની નવી સેઢાવી ગામ નજીક વગડામાં રહેતો યુવાનની જાણ બહાર ગાંધીનગરના અડાલજ સામૂહિક કેન્દ્રમાં નસબંધીનું ઓપરેશન કરાયું કિસ્સો સામે આવ્યો છે.

મહેસાણાના ભોગ બનનાર યુવકએ આક્ષેપ કર્યો છે કે, તેની જાણ બહાર તેને દારૂ પીવડાવીને 29 નવેમ્બરે અડાલજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નસબંધીનું ઓપરેશન કરવામાં આવ્યું છે. ઓપરેશન માટે અડાલજ સામૂહિક કેન્દ્રના ઓપરેશન થિયેટરનો ઉપયોગ કરાયોની વાત પણ સામે આવી છે.

અડાલજ સામુહિક કેન્દ્રના ઈન્ચાર્જ અધિક્ષક ડૉ. નિરાલી ગૌધાણીએ જણાવ્યું કે, NSV પખવાડીયા અંતર્ગત દરેક જગ્યાએ કેમ્પ થતાં હોય છે. જેમાં અમારો રોલ ફક્ત ઓટી પ્રોવાઈડ કરવાનો હોય છે, તેમજ ઓપરેશન કરવા સર્જન પણ જિલ્લા કક્ષાએથી આવતા હોય છે. વધુમાં કહ્યું કે, જેમનો ઓપરેશન 29 નવેમ્બરના રોજ થયો હતો, જો કે, કેટલાક આક્ષેપો થયા છે જે અમને અત્યારે જ ખબર પડી છે, ત્યારે આ અનુંસાધાને આગળથી તપાસ કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: લગ્નના મહિના પહેલા જ યુવકને 100 રૂપિયાનો દારૂ પીવડાવી કરી નસબંધી : પેશાબમાં દુખાવો થતાં ભાંડો ફૂટ્યો

આ પણ વાંચો: ‘ઓહ ભૂલથી તમારી નસબંધી કરી દીધી’, હોસ્પિટલે એક જ ઝાટકે માણસનું જીવન બરબાદ કરી નાખ્યું

આ પણ વાંચો: ભારતમાં 15 થી 70 વર્ષના પુરૂષોને ટ્રેનમાંથી ઉતારીને જબરદસ્તી નસબંધી કરાવવામાં આવી, જાપાનમાં 9 વર્ષના બાળકોને પણ બક્ષવામાં ન આવ્યા