Dahod News/ દાહોદમાં કરોડો રૂપિયાની વિદેશી દારૂની બોટલોનો પર બુલડોઝર ફેરવાયું

દાહોદ : ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, પરંતુ બુટલેગરો કોઈને કોઈ રીતે વિદેશી દારૂ ઘુસાડી આપે છે. રાજ્યમાં રોજ લાખો, કરોડોનો દારૂ પોલીસ પકડી પાડે છે. ત્યારે દાહોદના 3 પોલીસ મથકમાં પકડાયેલાં વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો.

Gujarat Others Breaking News

દાહોદ : ગુજરાત રાજ્યમાં દારૂનું સેવન કરવું તેમજ વેચાણ કરવું તેના ઉપર પ્રતિબંધ છે તેમ છતાં સમગ્ર ગુજરાત રાજ્યમાં કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવતો હોય છે. દાહોદમાં 3 પોલીસ મથકમાં ઝડપાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો. 3 પોલીસ સ્ટેશને 2 કરોડથી વધુના મુદામાલનો બુલડોઝર ફેરવીને નાશ કરાયો છે. તંત્રએ દાહોદના શિંગેડી ગામે વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો છે, દાહોદના 3 પોલીસ મથકમાં વિદેશી દારૂનાના 532 ગુન્હા નોંધાયા હતા.

દાહોદના 3 પોલીસ મથકમાંથી કુલ 1,69,911 બોટલ વિદેશી દારૂ ઝડપાયો હતો. પોલીસે કુલ રૂપિયા 2,84,85,078નો કુલ વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવાયું છે. વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવતી વખતે પોલીસના અધિકારીઓ, પ્રાંત અધિકારી તેમજ મામલતદાર હાજર રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 30.30 લાખની કિંમતના દારૂની બોટલો પર ફેરવાયું બુલડોઝર

આ પણ વાંચો: ભાવનગરમાં 49 લાખ રૂપિયાના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવાયું

આ પણ વાંચો: સુરત પોલીસ ઉઘતી ઝડપાઇ, મનપા દ્વારા દારૂના અડ્ડાઓનો કરાયો નાશ, બમરોલી, વડોદ વિસ્તારમાં દારૂના અડ્ડાનો નાશ, મનપાની જગ્યામાં દારૂના અડ્ડા ધમધમતા હતા, મનપા દ્વારા દારૂના