Ahmedabad News : અમદાવાદની શાળાઓમાં પ્રિ-બોર્ડ પરીક્ષાને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ પ્રિ-બોર્ડ પરીક્ષા યોજવા આદેશ કર્યો છે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીના આદેશને કારણે પહેલી વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનો ડર દૂર થશે.
અમદાવાદ DEO દ્વારા શહેરની તમામ શાળાઓને પ્રિ-બોર્ડની પરીક્ષા યોજવા આદેશ કરવામાં આવ્યો છે. જેથી હવે ધોરણ 10ની 18 જાન્યુઆરી 24 જાન્યુઆરી સુધી પ્રિ-બોર્ડ પરીક્ષા યોજાશે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરાયું છે. શહેરની તમામ શાળાઓને પ્રિ-બોર્ડની પરીક્ષા યોજવા DEOએ આદેશ કરતાં હતા ધોરણ 10ની 18 જાન્યુઆરી 24 જાન્યુઆરી સુધી પ્રિ-બોર્ડ પરીક્ષા યોજાશે.
ગુજરાત બોર્ડની પરીક્ષાની જેમ જ શાળાઓ પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરશે. બોર્ડના પરીક્ષાર્થીઓ મુખ્યબોર્ડની પરીક્ષાથી વાકેફ થાય તે માટે આયોજન કરાયું છે. નોંધનીય છે કે, આ આદેશને કારણે હવે પહેલી વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનો ડર દૂર કરવામાં આવશે.
આ પણ વાંચો: CISCE આજે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના પરિણામો કરશે જાહેર
આ પણ વાંચો: બોર્ડ પરીક્ષામાં કરવું છે ટોપ તો આ રીતે બનાવો ટાઇમ-ટેબલ, પરીક્ષા પહેલા કવર થઇ જશે પૂરો સિલેબસ..
