Not Set/ 5000 રૂપિયાની જૂની નોટ જમા કરવાના નિર્ણયને સરકારે પરત ખેંચ્યો

નવી દિલ્હી નોટબંધીને લઇને સરકાર સતત અવઢવમાં હોય તેવું લાગી રહ્યું છે. જેના લીધે સતત તેને નિયમોમાં ફરફાર કરતા રહેવું પડે છે. સરકારે 500 અને 1000 રૂપિયાની રદ્દ કરેલી નાણાં બેંકોમાં જમા કરવા માટે મુકેલી 5000 હજાર રૂપિયાની મર્યાદાને દૂર કરી દીધી છે. આરબીઆઈએ આ અંગે જાહેર કરેલ નોટિફિકેશનને પરત લેતા જણાવ્યું કે જે બેંક […]

Uncategorized

નવી દિલ્હી નોટબંધીને લઇને સરકાર સતત અવઢવમાં હોય તેવું લાગી રહ્યું છે. જેના લીધે સતત તેને નિયમોમાં ફરફાર કરતા રહેવું પડે છે. સરકારે 500 અને 1000 રૂપિયાની રદ્દ કરેલી નાણાં બેંકોમાં જમા કરવા માટે મુકેલી 5000 હજાર રૂપિયાની મર્યાદાને દૂર કરી દીધી છે.

આરબીઆઈએ આ અંગે જાહેર કરેલ નોટિફિકેશનને પરત લેતા જણાવ્યું કે જે બેંક ખાતામાં કેવાયસી કરી દેવામાં આવ્યા છે તેવા ખાતામાં રૂ.5000 કે તેથી વધુની રકમ જમા કરવા પર કોઈ કારણ આપવું પડશે નહીં.

કેન્દ્રીય બેંક દ્વારા જાહેર કરાયેલ નોટિફિકેશનમાં એમ પણ કહેવાયું છે કે કેવાયસી ધરાવતા ખાતાઓમાં એક જ વાર જમા પૈસા કરાવવા જેવી કોઈ શરતો લાગુ નહીં પડે.

આરબીઆઈના આ સ્પષ્ટિકરણ બાદ જે બેંક ખાતાઓમાં કેવાયસી પૂર્ણ કરવામાં આવ્યા છે તેમના એકાઉન્ટમાં 30 ડિસેમ્બર સુધી કોઈપણ રકમ ગમે તેટલી વાર જમા કરાવી શકાશે.

ઉલ્લેખનીય છે કે સોમવારે જ આરબીઆઈએ નોટિફિકેશન જાહેર કરી જણાવ્યું હતું કે હવે રદ થયેલી નોટોના સ્વરૂપે રૂ.5000થી વધુ રકમ બેંકમાં જમા કરાવવા પર લોકોએ લેખિતમાં કારણ આપવું પડશે. તેમજ લોકોને પોતાના બેંક ખાતામાં વારેઘડીએ નહીં પરંતુ એક જ વારમાં બધા રૂપિયા જમા કરાવી દેવા પણ કહેવાયું હતું. જેના કારણે મંગળવારના રોજ બેંકમાં મોટી લાઈન જોવા મળી હતી. તેમજ લોકોમાં અસંતોષ પણ ફેલાયો હતો.