Ahmedabad News/ મેજીક વિનના ઓનલાઈન કૌભાંડના તાર ઊંઝાના ત્રણ પાટીદારો સાથે જોડાયા, લાઈવ સ્ટ્રિમિંગ માટે મિત્રએ કેનેડાથી કરી મદદ

અમદાવાદના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: મેજીક વિન (Magic Win) નામની વેબસાઈટ પરથી ઓનલાઈન સટ્ટાબેટિંગ (Online Batting) કરવાના 1000 કરોડ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો જેમાં ઉંઝાના ત્રણ પાટીદારો સૂત્રધાર હોવાનું સામે આવ્યાનું ઈડીની તપાસમાં ખુલાસો થયો છે. મહત્વનું છે કે પાકિસ્તાની કેબલ ઓપરેટર અઝહર અમીન આ કૌભાંડમાં મહત્વનું પાત્ર છે. ED એ મેજિક વિનના ઓપરેટરની ઓફિસ જપ્ત કરી હતી, રૂપિયા 3.55 કરોડ રોકડા રિકવર કર્યા અને ઓપરેશન સાથે જોડાયેલા બેંક એકાઉન્ટમાં રૂપિયા 30 લાખ ફ્રીઝ કર્યા હતા.

EDના જણાવ્યા અનુસાર, અમદાવાદના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે વેબસાઈટ www.magicwin.games એ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 ક્રિકેટ મેચો અનધિકૃત રીતે હોસ્ટ, સ્ટ્રીમ અને પ્રસારણ કરી હતી, જેના માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ સ્ટાર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડને પ્રસારણ અધિકારો આપ્યા હતા. વધુ તપાસમાં ઈડી તરફથી જાણવા મળ્યું છે કે, અમદાવાદ પોલીસની તપાસમાં ખુલાસો થયો કે ઊંઝાના દિવ્યાંશુ પટેલે તેના મિત્ર સાથે હર્ષ પટેલ સાથે મળી મેચનું લાઈવ સ્ટ્રીમિંગ કરી કરોડોનો સટ્ટો રમ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત તેમનો અન્ય મિત્ર શુભમ કેનેડામાં રહી સટ્ટાબાજી શીખવી હતી તેમ હાલ પૂછપરછમાં જાણવા મળ્યું છે. ઈડીએ આંગડિયા પેઢી અને બુકીઓને પણ ઝડપ્યા છે. પૈસાની લાલચમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપના પ્રસારણના તમામ રાઈટ્સ સ્ટાર ઈન્ડિયા પાસે હોવા છતાં પાકિસ્તાની કેબલ ઓપરેટરની મદદથી દુબઈમાં બેઠેલા બુકીઓ લાઈવ સ્ટ્રિમિંગ કરીને વહેલું પ્રસારણ કરી દેતા હતા.

અમદાવાદ ક્રાઈમબ્રાંચે હાલ તપાસ શરૂ કરી દીધી છે જેમાં ખુલાસો થયો છે કે ત્રિપુટીએ કરોડોની હેરાફેરી કરી બેનામી મિલકતો ઊભી કરી દીધી છે. સ્ટાર ઈન્ડિયાએ ફરિયાદ નોંધાવતા ઈડીએ દિલ્હી, મુંબઈ અને પુના, કોઈમ્બતુરમાં દરોડા પાડી તપાસ કરી હતી જેનો રેલો હવે ઊંઝાના ત્રણ પાટીદારો સુધી પહોંચ્યો છે.

મેજિકવિન એ કોઈપણ ઈન્ટરનેટ બ્રાઉઝર (મોબાઈલ, સ્માર્ટ ટીવી, કોમ્પ્યુટર, વગેરે) સાથે સુસંગત વેબસાઈટ છે જેના દ્વારા કંપનીની પેઈડ કન્ટેન્ટનું પ્રસારણ કરવામાં આવતું હતું અને મફતમાં જોવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવતું હતું. વધુમાં, EDના જણાવ્યા મુજબ  મેજિકવિને ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2024 ક્રિકેટ મેચોનું ગેરકાયદે પ્રસારણ કર્યું હતું, જેમાં 7 જૂન, 2024ના રોજ કેનેડા વિરુદ્ધ આયર્લેન્ડ અને 9 જૂન, 2024ના રોજ ભારત વિરુદ્ધ પાકિસ્તાનનો સમાવેશ થાય છે. જેને OTT પ્લેટફોર્મ ડિઝની+ હોટસ્ટાર પરથી સ્ટ્રીમ કરવામાં આવી હતી, ગેરકાયદેસર પ્રવૃતિઓના કારણે મેચોના પ્રસારણ માટે અધિકૃત કંપનીને નોંધપાત્ર નાણાકીય નુકસાન થયું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ED અને અમદાવાદ સાયબર ક્રાઈમના ઠેર ઠેર દરોડા

આ પણ વાંચો:ગીર સોમનાથના પ્રભાસપાટણમાં અમેરીકીનોને ખંખેરતું કોલ સેન્‍ટર ઝડપાયું

આ પણ વાંચો:અમદાવાદ-રાજકોટ-જૂનાગઢ અને મુંબઈમાં ઈડીના દરોડા