Ahmedabad News : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) અને સાયબર ક્રાઈમ દ્વારા વિવિધ શહેરોમાં દરોડા પાડવામાં આવતા ફફડાય ફેલાયો છે. ઈડી અને સાયબર ક્રાઈમ દ્વાકા દિલ્હી, લખનૌ, બેંગ્લુરૂ અને કોઈમ્બતુર વગેરે ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા હતા. ક્રિકેટના પાકિસ્તાનથી ગેરકાયદેસર થતા સ્ટ્રિમીંગ મામલે આ દરોડા પાડવામાં આવ્યા હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે.
જેમાં મેજીક વિન એપ્લિકેશન સાથે સંકળાયેલા વ્યક્તિઓને ત્યાં આ દરોડા પાડવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. ઈડી અને અમદાવાદ ,ાયબર ક્રાઈમ દ્વારા 20 થી વધુ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન 2 કરોડ 30 લાખ જેવી માતબાર રકમ સીઝ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: મુંબઈની સાયન હોસ્પિટલમાં રેસિડેન્ટ મહિલા ડોક્ટર પર હુમલો, લડાઈ બાદ નશામાં ધૂત લોકોએ નિશાન બનાવી
આ પણ વાંચો: સારવાર બાદ દર્દીની હાલતમાં કોઈ ફર્ક કેમ નથી કહી ડોક્ટર પર હુમલો કરતાં શખ્સનો વિડીયો આવ્યો સામે