અમદાવાદ/ હાઈટેક સિક્યુરિટી સાથે યોજાશે 145મી ઐતિહાસિક રથયાત્રા, પરવાનગી વિના ચકલુય નહીં ફરકી શકે

ભગવાન જગન્નાથની રથયાત્રા કોરોનાને કારણે બે વર્ષ બાદ યોજાઇ રહી છે. માટે આ વખતે રથયાત્રામાં ખુબ મોટાપ્રમાણમાં ભાવિકો ઉમટી પડે તેવી શક્યતા છે.

Top Stories Gujarat
સિક્યોરિટી ભગવાન જગન્નાથની રથયાત્રા કોરોનાને કારણે બે વર્ષ બાદ યોજાઇ રહી છે. માટે આ વખતે રથયાત્રામાં ખુબ મોટાપ્રમાણમાં ભાવિકો

આગામી પહેલી પહેલી જુલાઇના રોજ યોજાવા જઇ રહેલી રથયાત્રાને લઈ પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. તંત્રની પરવાનગી વિના આ રથયાત્રા(rathyatra)માં ચકલી પણ પ્રવેશ મેળવી શકશે નહીં. આ અંગે એક પત્રકાર પરિષદ નું આયોજન કરતાં રાજયના DGP  આશિષ ભાટિયા(ashish bhatiya)એ જણાવ્યુ હતું કે,  બે વર્ષ બાદ નીકળતી આ રથયાત્રા(rathyatra) ઐતિહાસિક હશે. કોરોના(corona)ને કારણે છેલ્લા બે વર્ષથી રથયાત્રાનું આયોજન થઈ શક્યું ના હતું.  ત્યારે આ વર્ષે ધામધૂમ અને ઉત્સાહ પૂર્વક ભગવાન જગન્નાથની નાગર ચર્યાએ નીકળશે. અને રાજ્યના પોલીસ વિભાગ તરફથી ખાસ સિક્યોરિટી નું આયોજન કરવામાં આવ્યું છે.

રથયાત્રાને લઇ યોજાયેલી પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનર(Commissioner of Police) સહિત તમામ અધિકારી હાજર રહ્યા હતા. અને 145મી રથયાત્રાની સુરક્ષા મુદ્દે ખાસ આયોજન વિષે માહિતી આપતા જણાવ્યુ હતું કે, હાઈટેક સિક્યુરિટી સાથે આ વર્ષે ઐતિહાસિક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. હેલિકોપ્ટર(Helicopter)ની મદદથી પોલીસ ખાસ સુરક્ષા રાખશે.  હાઈટેક ડિટેક્શન CCTV સહિતની સુરક્ષા પૂરી પાડવામાં આવશે. સાથે પેરામીલીટ્રી અને SRP સહિતની ફોર્સ પણ રથયાત્રાની સુરક્ષામાં જોડાશે.

વધુમાં તેમણે આ પ્રસંગે જણાવ્યુ હતું કે, આ રથયાત્રા(rathyatra)માં બોડી વોર્ન કેમેરા(Body Warne camera) નો ઉપયોગ કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર સતત નજર  રાખવામા આવશે. સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરવા વાળા ઉપર સાયબર પોલીસની સતત વોચરાખવામા આવશે. Cid ક્રાઇમ પણ ધ્યાન રાખશે. સ્થાનિક પોલીસ, srp, BDDS, પેરા મિલિટરી 25 કંપની નો રથયાત્રામાં ઉપયોગ કરવામાં આવશે.

ગુનેગારો સામે અટકાયતી પગલાં લેવામાં આવશે. પોલીસ દ્વારા શાંતિસમિટી મિટિંગ યોજવામાં આવશે. તો પોલીસ કર્મચારીઓની રજા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. રથયાત્રામાં 20 DIG & IG, 60 DYSP, 21 SRP સહિત કુલ 38 મોટા અધિકારી જોડશે. તો સાથે 2000વધારા ની પોલીસ પણ પૂરી પાડવામાં આવશે. સુરક્ષા નો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. સૌરક્ષા માટે ડ્રોન ની વ્યવસ્થા અને હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવશે.  ટ્રેઝર ગન નો પણ ઉપયોગ કરવામાં આવશે.

ભગવાન જગન્નાથની રથયાત્રા બે વર્ષ બાદ યોજાઇ રહી છે. કોરોનાને કારણે બે વર્ષ સુધી ભક્તો ભગવાનની રથયાત્રાનો લ્હાવો લેવાથી વંચિત રહ્યા હતા. આ વખતે રથયાત્રા નીકળી રહી છે જેથી ખુબ મોટાપ્રમાણમાં ભાવિકો ઉમટી પડે તેવા રિપોર્ટ છે. આ સાથે આઇબીના રિપોર્ટમાં પણ કેટલાંક તોફાની તત્વો વાતાવરણ ડહોળી શકે તેવી શક્યતાને જોતા પોલીસ દ્વારા અત્યાર સુધીનો સૌથી હાઇટેક અને લોંખડી બંદોબસ્ત ગોઠવ્યો છે. જેમાં સૌ પ્રથમવાર હેલીકોપ્ટરથી હવાઇ સર્વેક્ષણ કરવામાં આવશે. જે અંગે શનિવારે પોલીસ કમિશનરના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ હેલીકોપ્ટરમાં રથયાત્રાના રૂટ પર હવાઇ સર્વક્ષણ કર્યું હતું.

સાબરકાંઠા રથયાત્રા 

ગુજરાતમાં કુલ 180 સ્થળોથી રથયાત્રા કાઢવામાં આવે છે. 1 લાખ થી વધારે જન જનસંખ્યા વળી રથયાત્રામાં વિશેષ સુરક્ષા પૂરી પાડવામાં આવશે.  હિમ્મતનગરમાં છેલ્લે રામ નવમી પર થયેલા કોમી છમકલાને ધ્યાનમાં રાખી ત્યાં વિશેષ સુરક્ષા પૂરી પાડવામાં આવશે. 1878થી ઇડરમાં રથયાત્રા કાઢવામાં આવે છે.

ભાવનગર રથયાત્રા 

ભાવનગરમાં આ 36મી રથયાત્રા છે, જે સવારે 7 થી 8.30 pmના સમય ગાળા દરમિયાન કાઢવામાં આવશે. જેમાં 30 ભજન મંડળી અને  40 અખાડા જોડાશે. 17 કિમિ નો રૂટ નક્કી કરવામાં આવ્યો છે. તો સાથે અન્ય ડીપાર્ટમેન્ટ ની મદદ પણ લેવામાં આવશે. Rto, ઇલેકટ્રીક સીટી, DM ની મદદ લેવામાં આવશે.  ટ્રાફિકની ડાયવરજન અને CCTV દ્વારા કન્ટ્રોલ વિગેરે અને ગાંધીનગર ત્રીનેત્ર કન્ટ્રોલથી સુપર વિઝન કરવામાં આવશે.

રથયાત્રાના ઉત્સવો

29મી જૂન
સવારે 6 વાગ્યે ભગવાનની ગર્ભગૃહમાં પ્રવેશ
સવારે 7.30થી 10.30 સુધી નેત્રોત્સવ વિધિ, ધ્વજારોહણ અને મહાઆરતી
સવારે 11 વાગ્યે સાધુસંતોનો ભંડારો – વસ્ત્રદાન

30મી જૂન

સવારે 10.30 વાગ્યે સોનાવેશ તેમજ શોડોષચાર પૂજન થશે
સવારે 10.45 વાગ્યે ગજરાજોનું પૂજન
બપોરે 12 વાગ્યે મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા
બપોરે 3 વાગ્યે રથનું પૂજન અને મહા આરતી
સાંજે 6 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિશિષ્ટ પૂજા આરતી
સાંજે 8 વાગ્યે મહાઆરતી

1 જુલાઈ

સવારે 4 વાગ્યે મંગળાઆરતી
સવારે 4.45 ખીચડાનો ભોગ ધરાવશે
સવારે 5 વાગ્યે ભગવાનના પાટા ખોલાશે
સવારે 7 વાગ્યે પહિંદવિધિ
સવારે 7.05 ત્રણેય રથનું પ્રસ્થાન
સાંજે 8 વાગ્યે રથો નિજમંદિર પરત ફરશે.

સુરત/ હર્ષ સંઘવીનો આગવો અંદાજ: ઝાડ પર લટકીને બાળપણની યાદ તાજી કરી