Mahesana News : મહેસાણામાં 1973 થી જૂના સિમેન્ટના પતરાવાળા આ ઓરડા 2021 થી ડેમેજ જાહેર થયા હોવા છતાં નવા ઓરડા બન્યા નથી.કન્યા શાળામાં કુલ 14 રૂમ પૈકી 8 રૂમ ડેમેજ હોવાથી 333 વિદ્યાર્થીનીઓને બાકીના 6 રૂમમાં 2 પાળીમાં અભ્યાસ કરવો પડે છે. કુમાર શાળામાં પણ 16 રૂમ પૈકી 11 રૂમ ડેમેજ હોવાથી 195 વિદ્યાર્થીઓને 5 રૂમમાં 2 પાળીમાં અભ્યાસ કરવો પડે છે.
ગોઝારીયાની કુમાર શાળામાં પણ સિમેન્ટના પતરાવાળા 16 ઓરડા છે. આ 16 ઓરડા પૈકી 11 ઓરડા ને 2021 થી ડેમેજ સર્ટી આપી ડેમેજ જાહેર કરાયા છે. બાકીના વધેલા પાંચ ઓરડા માં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવાય છે. કુમાર શાળામાં 195 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. હવે 195 વિદ્યાર્થીઓને પાંચ ઓરડામાં અભ્યાસ મુશ્કેલ હોય કુમારશાળામાં પણ બે પાળીમાં અભ્યાસ કરાવાય છે. સવારે ધોરણ 1 થી 5 અને બપોરે ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. અહીં પણ 2021 થી અત્યાર સુધી નવા ઓરડાની માંગણી તો કરાય છે પરંતુ મંજૂર થયા નથી જેને કારણે આ સ્થિતિ જોવા મળી રહી છે. જાણવા મળેલ માહિતી મુજબ 1973 માં જે શાળા બની હતી તેવા સિમેન્ટના પતરાવાળા ઓરડાની સ્થિતિ આ શાળામાં આજે પણ જોવા મળી રહી છે. અત્યારે બાળકો પણ આજ સ્થિતિમાં અભ્યાસ કરી રહ્યા છે
શાળાના આચાર્યો અને શિક્ષકોએ નવા ઓરડા માટે વારંવાર રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ સરકાર પાસેથી નવા ઓરડાની મંજૂરી મળવાની રાહ જોઈ રહ્યા છે. આ સ્થિતિને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર ખરાબ અસર પડી રહી છે. જર્જરિત ઓરડામાં અભ્યાસ કરવાથી વિદ્યાર્થીઓનું ધ્યાન ભટકે છે અને તેઓ યોગ્ય રીતે અભ્યાસ કરી શકતા નથી.
આ પણ વાંચો: મહેસાણામાં ઉંઝા APMC ચુંટણી માં મતદાન પુરૂ
આ પણ વાંચો: મહેસાણાના બેચરાજીના દેલપુરા ગામમાં 8 બાળકોએ ઝેરી ફળ ખાતાં તબિયત લથડી
આ પણ વાંચો: મહેસાણાના યુવકની જાણ બહાર નસબંધી, એક માસ બાદ અપરણિત યુવાનના લગ્ન
