Gujarat Weather/ સુરત, રાજકોટમાં ઠંડી વચ્ચે ગાઢ ધુમ્મસ, બનાસકાંઠામાં વરસાદી વાદળો ઘેરાતા ખેડૂતોમાં ચિંતા

ગુજરાતમાં અત્યારે ઠંડીનો માહોલ જામ્યો છે. સુરત, રાજકોટમાં ઠંડી વચ્ચે ગાઢ ધુમ્મસનું વાતાવરણ જોવા મળ્યું.

Top Stories Gujarat Others

Gujarat News: ગુજરાત (Gujarat)માં અત્યારે ઠંડી (Cold)નો માહોલ જામ્યો છે. સુરત (Surat), રાજકોટ (Rajkot)માં ઠંડી વચ્ચે ગાઢ ધુમ્મસનું વાતાવરણ જોવા મળ્યું. સુરત ગ્રામ્યમાં વહેલી સવારે ફૂલગુલાબી ઠંડી જોવા મળે છે તો બપોરે ઠંડીનું પ્રમાણ ઘટતા થોડો બફારો પણ લોકોને લાગે છે. ઓલપાડ સહીત તાલુકાના અનેક વિસ્તારમાં પણ ગાઢ ધુમ્મસ દેખાતા વાહનવ્યવહારને અસર પહોંચી છે. ધુમ્મસના કારણે માર્ગો પર વાહન ચલાવવામાં લોકોને મુશ્કેલી પડી રહી છે. લો-વિઝિબિલિટીથી વાહન ચાલકોને સામેથી આવતાં વાહનો ન દેખાતાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચાલકોને લાઈટ ચાલુ કરી ધીમી ગતિએ વાહન હંકારવાની ફરજ પડી.

સુરત ઉપરાંત રાજકોટમાં પણ કેટલાક સ્થાનો વાદળભર્યું વાતાવરણ જોવા મળ્યું. જસદણમાં વહેલી સવારથી ધુમ્મસ છવાયું. આટકોટ, વીરનગર સહિત વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણના લીધે વાહનવ્યવહાર ખોરવાયો. વાહનચાલકોને અકસ્માત જેવી દુઘર્ટના બને માટે ફરજિયાતપણે લાઈટો ચાલુ રાખી વાહન ચલાવવાની ફરજ પડી .

રાજ્યમાં ઠંડી વચ્ચે ગાઢ ધુમ્મસભર્યા વાતાવરણ જોવા મળ્યું. જ્યાસે બનાસકાંઠા (Banaskantha) પંથકમાં વરસાદી વાદળો ઘેરાતા ખેડૂતોમાં ચિંતા પેઠી. હવામાનની આગાહી પ્રમાણે હજુ પણ કેટલાક દિવસો સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. વાદળછાયા વાતાવરણના ઠંડીનો પ્રકોપ વધ્યો. બદલાતા હવામાન અને ઠંડા પવનો ફૂંકાવાને કારણે જનજીવન પ્રભાવિત થયું. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા ખેડૂતોના જીવ અધ્ધર થયા. આ વિસ્તારમાં રાયડો, ઇસબગુલ, જીરુ, બટેકા સહિતના પાક થાય છે. હવામાનમાં પલટો આવવાના કારણે ખેડૂતોને આ પાકને નુકસાન થવાની ભીતિ છે.

IMD અનુસાર ભારતના ઉત્તરિય ભાગમાં હિમવર્ષાના કારણે ગુજરાતના હવામાનને અસર થશે. ઉત્તરથી ઠંડા પવનો ફૂંકાતા રાજ્યના અનેક જિલ્લાઓમાં કડકડતી ઠંડી પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનું જોર વધશે. અને આગામી દિવસોમાં ગાંધીનગર અને અમદાવાદમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે જવાની સંભાવના છે. રાજ્યમાં અનેક સ્થાનો પર વાદળો ઘેરાયા છે જેને લઈને હવામાન વિભાગ દ્વારા માવઠાંની આગાહી કરવામાં આવી. વાદળો ઘેરાતા ખેડૂતો ચિંતિત થયા છે.