Bihar News/ બિહાર શિક્ષણ વિભાગમાં મોટો ગોટાળો: પુરુષ શિક્ષકને મળી પ્રસૂતિ રજા ! શું છે તેનું કારણ ?

બિહાર શિક્ષણ વિભાગમાં મોટો ગોટાળો સામે આવ્યો છે. શિક્ષણ વિભાગે એક પુરુષ BPSC શિક્ષકને પ્રસૃતિ રજા આપી છે. જેને લઈ અનેક સવાલો ઊભો થઈ રહ્યા છે.

India Trending

Bihar News : બિહારના શિક્ષણ વિભાગને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. બિહારના શિક્ષણ વિભાગમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પુરુષ શિક્ષકને ગર્ભવતી બતાવીને પ્રસૂતિ રજા આપવામાં આવી હતી. બિહારમાં મહિલા શિક્ષિકાની સાથે સાથે શું પુરૂષ શિક્ષકોને પણ પ્રસૂતિ રજા મળવા લાગી છે ? જોકે આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ભારે હાસ્યનો માહોલ સર્જાયો છે.

હાજીપુર મહુઆ બ્લોક વિસ્તારની હસનપુર ઓસાટી હાઈસ્કૂલમાં ફરજ બજાવતા જિતેન્દ્ર કુમાર સિંહ નામના શિક્ષકને શિક્ષણ વિભાગના પોર્ટલ E શિક્ષા કોશ પર ગર્ભવતી બતાવવામાં આવ્યા હતા અને તેમને પ્રસૂતિ રજા આપવામાં આવી હતી. આ મામલો સામે આવ્યા બાદ શિક્ષણ વિભાગની કાર્યપ્રણાલી પર સવાલો ઉઠી રહ્યા છે.

શિક્ષણ વિભાગના જણાવ્યા મુજબ, પોર્ટલમાં થયેલી તકનીકી ખામીને કારણે આ ભૂલ થઈ ગઈ હતી. બ્લોક એજ્યુકેશન ઓફિસર અર્ચના કુમારીએ આ ભૂલ સ્વીકારી છે અને કહ્યું છે કે પુરુષ શિક્ષકોને પ્રસૂતિ રજા આપવાનું કોઈ નિયમ નથી. આ ખામીને જલ્દીથી સુધારી લેવામાં આવશે. લોકો આ ઘટનાને શિક્ષણ વિભાગની કાર્યપ્રણાલીમાં ગંભીર ખામી તરીકે જોઈ રહ્યા છે.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: 3000 નકલી PMJAY કાર્ડ, બિહારથી ગુજરાતમાં ફેલાયેલા નેટવર્કનો પર્દાફાશ

આ પણ વાંચો: બિહાર CM ફેસ : NDA એ નીતિશ કુમારના નામને મંજૂરી આપી, બિહાર BJP ના પ્રદેશ અધ્યક્ષનું નિવેદન

આ પણ વાંચો: વિશ્વનું પ્રથમ ‘ગણતંત્ર’ બિહારનું ‘વૈશાલી’, દ્વાપર યુગથી ધરાવે છે સંબંધ