Bharuch news/ ભરૂચ દુષ્કર્મ કેસઃ નરાધામ આરોપી વિજય પાસવાનનો પોટેન્સી ટેસ્ટ અને છાતી પર મર્દ ટેટૂનો ખુલાસો

દુષ્કર્મના નરાધામ આરોપીને મેડિકલ પોટેન્સી ટેસ્ટ માટે સુરત હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પોટેન્સી ટેસ્ટ કરવાથી ખૂલશે રાજ, આરોપીની છાતી પર ‘મર્દ’ લખેલુ ટેટુ….

Gujarat Top Stories Breaking News

Bharuch News : ગત 16 ડિસેમ્બરે ભરૂચ(Bharuch)ના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. આ બાળકીનું વડોદરા(Vadodara)ની સયાજી હોસ્પિટલ(Sayaji Hospital)માં 180 કલાક બાદ મોત થયું હતું. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે ખળભળાટ મચાવ્યો હતો.

ભરૂચ(Bharuch)માં 10 વર્ષની બાળકી સાથે થયેલા દુષ્કર્મના ચોંકાવનારા બનાવમાં નવો વળાંક આવ્યો છે. આરોપી વિજય પાસવાનનો આજે સુરત(Surat)ની નવી સિવિલ હોસ્પિટલમાં પોટેન્સી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપીની છાતી પર ‘મર્દ’ લખેલું ટેટૂ મળ્યું હતું.

કોઈ વ્યક્તિ નપુંસક છે કે નહીં એ ખાસ પ્રકારના ટેસ્ટ દ્વારા જાણી શકાય છે. આ ટેસ્ટને પોટેન્સી ટેસ્ટ કહેવામાં આવે છે. ઘણી વખત બળાત્કારના આરોપીઓ પોતાને નપુંસક હોવાનો દાવો કરીને છટકી જવાનો પ્રયાસ કરતાં હોય છે. પરંતુ આવી સ્થિતિમાં કોર્ટના આદેશ પર પોલીસ આરોપીનો પોટેન્સી ટેસ્ટ કરાવે છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપીના અન્ય કેટલાક ટેસ્ટ અંકલેશ્વર ખાતે થઈ શકે એમ ન હોવાથી તેને સુરત લાવવામાં આવ્યો હતો. પોટેન્સી ટેસ્ટ દરમિયાન આરોપીના સ્પર્મનો નમૂનો લેવામાં આવ્યો હતો. આ ટેસ્ટના પરિણામો મેડિકલ તપાસમાં મળેલા પુરાવા સાથે મળે છે કે કેમ તે પણ ચકાસવામાં આવશે. આરોપીની છાતી પર મળેલું ‘મર્દ’ ટેટૂ આ કેસમાં નવો વળાંક લઈ આવ્યો છે. પોલીસ આ ટેટૂના મહત્વ અને તેની પાછળના કારણોની તપાસ કરી રહી છે. પોલીસ આ મામલે આરોપી વિજય પાસવાનને ઝડપી લઈ તેની સામે કડક કાર્યવાહી કરી રહી છે. પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અને હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ ઝઘડીયા દુષ્કર્મ કેસઃ ગુજરાતની નિર્ભયાનું નિધન, આરોપી પર હત્યા અને દુષ્કર્મની કલમો

આ પણ વાંચોઃ ઝારખંડના મંત્રીનું નિવેદન: ‘ગુજરાતમાંથી પરપ્રાંતીય જતા રહેશે તો ગુજરાતમાં ધંધા ઠપ્પ થશે’, ઝઘડિયા દુષ્કર્મ પીડિતાને સહાય કરી

આ પણ વાંચોઃ ગુજરાતને શર્મસાર કરતી ઘટના! ભરૂચમાં 72 વર્ષીય વૃદ્ધા પર નરાધમે આચર્યુ દુષ્કર્મ