નવી દિલ્હીઃ શ્રીલંકાના પ્રેમદાસા સ્ટેડિયમમાં શુક્રવારે ઇંડર-19 એશિયા કપમાં ભારતે જીતી લીધો છે. એશિયા કપની ફાઇનલમાં ફારતે શ્રીલંકાને 34 રને હાર આપી હતી.
ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 273 રન બનાવ્યા હતા. ભારત તરફથી ઓપનીંગ બેટિંગ કરવા આવેલા હમાંશુ રાણાએ સૌથી વધુ 71 રન બનાવ્યા હતા. જ્યારે શુભમ ગિલે 70 રન બનાવ્યા હતા. પૃથ્વી શાહએ 39 રન અને કેપ્ટન અભિષેક શર્માએ 29 રન બનાવ્યા હતા. ભારતે 50 ઓવરમાં 8 વિકેટ ખોલીને 273 બનાવી હતી. શ્રીલંકા તરફથી નિપુન રાણસીકા અને પ્રવીણ જયાવિકરમાએ 3-3 વિકેટ લીધા હતા.
273 રનનો પીછો કરતા શ્રીલંકાએ પોતાની પહેલી વિકેટ ફક્ત 27 રન ગુમાવી હતી. બીજા વિકેટ માટે રેવેન કૈલી અને હસિતા બોયાગોડા વચ્ચે 78 રનની ભાગીદારી થઇ હતી. પરંતુ ટીમની બીજી વિકેટ 105 રન પરર આઉટ થઇ ગઇ હતી. ત્રીજી વિકેટ માટે બોયાગોડા અને કમિંડૂ મેંડિસ વચ્ચે 53 રનની ભાગીદારી થઇ હતી .રેવેન કેલી 62 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. 196 રન પર શ્રીલંકાએ પોતાની ચોથી વિકેટ ગુમાવી હતી.
200 રન થતા શ્રીલંકાના વિકેટ જલ્દી પડવા લાગ્યા હતા. છેલ્લા 6 વિકેટ ફક્ત 43 રનમાં પડી ગયા હતા. શ્રીલંકાની સમગ્ર ટીમ 239 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.આમ ભારત આ મેચ 34 રને જીતવામાં સફળ રહી હતી.
