Gujarat Weather News: રાજ્યમાં આજે કડકડતી ઠંડી (Cold)નો માહોલ જોવા મળ્યો. વહેલી સવારે સમગ્ર પંથકમાં ગાઢ ધૂમ્મસભર્યું વાતાવરણ જામ્યું. ગાઢ ધૂમ્મસને પગલે વીઝીબ્લીટી ઘટતા વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો. ઠંડીનો પ્રકોપ વધતા જનજીવન પર વ્યાપક અસર થઈ.

અમદાવાદ (Ahmedabad), સુરત (Surat), વડોદરા (Vadodara) જેવા મહાનગરોમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો. ઠંડી વધતા રાજ્યની અનેક શાળાઓમાં સવારના સમયમાં બદલાવ કરવામાં આવ્યો. જ્યારે છેલ્લા કેટલાક દિવસથી જૂનાગઢ, અમરેલી અને બનાસકાંઠા જેવા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. બદલાતા હવામાનના કારણે ધાણા, ચણા જેવા વાવેતરને ધૂમ્મસથી નુકશાન થવાની શકયતા છે.

અત્યારે અનેક શાળાઓમાં ક્રિસમસની રજાઓ છે. ત્યારે ડાંગના ગિરિમથક સાપુતારા ખાતે સહેલાણીઓ ઉમટી પડ્યા છે. સાપુતારમાં ઠંડા-ઠંડા, કૂલ-કૂલના માહોલનો આનંદ લઈ રહ્યા છે. સાપુતારાની ગિરીકંદરાઓમાં ગાઢ ધુમ્મસ છવાયું. ગિરીકંદરાઓ પર નયનરમ્ય નજારો જોવા મળ્યો. સાપુતારા ઉપરાંત ડાંગમાં પણ સમગ્ર પંથકમાં ધુમ્મસ સાથે કડકડતી ઠંડીનો અનુભવ થયો છે.

છેલ્લા કેટલાક દિવસોમાં કાશ્મીરમાં થતી હિમવર્ષાના કારણે ઠંડા પવનોના કારણે રાજ્યમાં ઠંડીનો પ્રકોપ વધ્યો છે. હિમવર્ષા થતા હાલમાં કાશ્મીરના ગુલમર્ગ અને પહેલગામમાં તાપમાન શૂન્યથી નીચે છે. ઉત્તરથી આવતા ઠંડા પવનોના કારણે દિલ્હી, રાજસ્થાન સહિત ગુજરાતમાં પણ તાપમાન ઘટ્યું છે. આ સપ્તાહ દરમ્યાન હજુ પણ ઠંડી વધશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો:કાર્બન મોનોક્સાઇડ લીક થવાથી અભિનેત્રી અને મોડલ ડેલે હેડનનું અવસાન
આ પણ વાંચો:ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના નિધન પર દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક
આ પણ વાંચો:ઈરાની મીડિયાનો દાવો, ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું નિધન
