Not Set/ અયોધ્યા કેસ/ કાલે બંઘબારણે 18 સમીક્ષા અરજી પર SCમાંં થશે સુનાવણી

સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ આવતીકાલે બપોરે 1.40pm વાગ્યે કુલ 18 સમીક્ષા અરજીઓ માટે ચેમ્બરની અંદર જ સુનાવણી કાર્યવાહી કરશે. આપને જણાવી દઇએ કે, અયોધ્યા કેસમાં SCનાં 9′ નવેમ્બરનાં હિન્દુ પક્ષોને વિવાદીત જગ્યા અને 5 એકર જમીન મુસ્લિમ પક્ષને આપવાનાં હુકમ કે નિર્દેશનાં ચુકાદા વિરુદ્ધ  18 સમીક્ષા અરજી કરવામાં આવી છે. સમીક્ષા અરજી પર સુનાવણી કરી […]

Top Stories India

સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ આવતીકાલે બપોરે 1.40pm વાગ્યે કુલ 18 સમીક્ષા અરજીઓ માટે ચેમ્બરની અંદર જ સુનાવણી કાર્યવાહી કરશે. આપને જણાવી દઇએ કે, અયોધ્યા કેસમાં SCનાં 9′ નવેમ્બરનાં હિન્દુ પક્ષોને વિવાદીત જગ્યા અને 5 એકર જમીન મુસ્લિમ પક્ષને આપવાનાં હુકમ કે નિર્દેશનાં ચુકાદા વિરુદ્ધ  18 સમીક્ષા અરજી કરવામાં આવી છે. સમીક્ષા અરજી પર સુનાવણી કરી રહેલી બેંચમાં સીજેઆઈ એસ.એ. બોબડે, જે ડી વાય ચંદ્રચુડ, જે અશોક ભૂષણ, જે અબ્દુલ નઝીર અને જે સંજીવ ખન્ના હશે, જેઓ પૂર્વ સીજેઆઈ રંજન ગોગોઇની જગ્યા લેશે.

ઉલ્લેખનીય છે કે, SCમાં અયોધ્યા કેસનાં SC ચૂકાદાની વિરુધમાં અનેક સમીક્ષા અરજી કરવામાં આવી છે. સમીક્ષા અરજીઓમાં મુસ્લિમ પક્ષકારો તો છે જ, પંરતુ મૂળ કેસમાં પક્ષકાર ન હતા એવા ચાલીસ લોકોએ રામ મંદિર ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પુન: વિચારણા અરજી દાખલ કરી હતી.

સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરનારામાં ઈરફાન હબીબ, શબનમ હાશ્મી, અપૂર્વાનંદ ઝા, નંદિની સુંદર તેમજ ઈસ્લામ સ્વીકારનાર હિન્દુ વિરોધી હર્ષ મંદાર જેવા લોક પણ સામેલ થાય છે. 10 ડિસેમ્બર 2019નાં રોજ પ્રશાંત ભૂષણે લિબરલ ફ્રન્ટ વતી સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર નિર્ણય મામલે પુન: વિચારણા અરજી દાખલ કરી છે. રામ જન્મભૂમિ અંગેનો આશરે પાંચસો વર્ષ જૂનો વિવાદ સુપ્રીમ કોર્ટનાં ઐતિહાસિક નિર્ણયથી ઉકેલાઈ ગયો હતો પરંતુ કેટલાક તત્વો એવા પણ છે જે ઈચ્છે છે કે દેશ આ મુદ્દામાંથી ક્યારેય બહાર ન આવે.

ભારતનાં કોઈ મુસ્લિમ સંગઠનોએ નહીં પણ ચાલીસ લોકોનાં એક આખી લિબરલ ફ્રન્ટ દ્વારા રામ મંદિર નિર્ણય મામલે સુપ્રીમ કોર્ટ પહોંચી છે. તા. 10 ડિસેમ્બરે ચાલીસ લિબરલ ફ્રન્ટીયરે સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર મામલે સમીક્ષા અરજી દાખલ કરી હતી. આ અરજીમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પર વિચારણા કરવા ઉપરાંત એવું કહેવામાં આવ્યું છે કે, આ નિર્ણયથી દેશની સંસ્કૃતિ અને બંધારણીય બિનસાંપ્રદાયિક પર સીધી અસર પડશે.

રામ જન્મભૂમિ પર સુપ્રીમ કોર્ટના ચુકાદા વિષયક સમીક્ષા અરજી દાખલ કરવા માટે 10 ડિસેમ્બર છેલ્લી તારીખ હતી. જ્યારે આખો દેશ નાગરિકતા સુધારણા બિલ પર ચર્ચામાં રોકાયો હતો ત્યારે આ અરજી અયોધ્યામાં રામ મંદિર ચુકાદાને સ્થગિત કરવાના વિચાર સાથે કરવામાં આવી હતી. જે લોકોએ અરજી દાખલ કરી છે તેમાં ઈરફાન હબીબ, શબનમ હાશ્મી, અપૂર્વાનંદ ઝા, નંદિની સુંદર તેમજ ઈસ્લામ સ્વીકારનાર હિન્દુ વિરોધી હર્ષ મંદરનો સમાવેશ થાય છે. આ એકપણ વ્યક્તિ 1949-50થી 2019 સુધીના મૂળ રામ મંદિર કેસમાં અપીલકર્તા – અજમાયશકાર – પક્ષકાર નહોતો.

આપને જણાવી દઇએ કે, 9 નવેમ્બર, 2019નાં રોજ સુપ્રીમ કોર્ટના પાંચ સભ્યોની સંવિધાન પીઠમાં હિન્દુઓને રામ જન્મભૂમિની સંપૂર્ણ માલિકી આપવામાં આવી છે તેમજ કેન્દ્ર સરકારને મસ્જિદ બનાવવા માટે મુસ્લિમોને 5 એકર જમીન અલગથી આપવા સૂચના આપવામાં આવી છે. તત્કાલીન સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં મુસ્લિમ જજ જસ્ટિસ અબ્દુલ નઝીર પણ શામેલ હતા. આ કેસમાં હિન્દુ-મુસ્લિમ બંને પક્ષને સંપૂર્ણ સાંભળી સહમતી આપતો ચુકાદો આપવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.