વડોદરાઃ અખંડ ફાર્મ હાઉસમાં પકડાયેલા હાઈપ્રોફાઈલ દારુની પાર્ટીના કેસમાં કેટલાક લોકોના નામ ગાયબ થયા છે અને કેટલાક લોકોએ નામ ખોટા લખાવ્યા હોવાનું બહાર આવ્યું છે. આ કેસમાં મીડિયાને આપવામાં આવેલા નામોની યાદીમાંથી ચિરાયુ અમીનના પત્નીનું માલવિકા અમીનનું નામ ગાયબ હોવાના કારણે વિવાદ સર્જાયો છે અને મીડિયાને ઈરાદા પૂર્વક આ નામ ન આપવામાં આવ્યું હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે પોલીસે આ મામલે સ્પષ્ટતા કરી હતી.
વડોદરાના હાઈ પ્રોફાઈલ ઝડપાયેલી મહેફીલમાં પોલીસની રેડને ના રોકી શકનાર ઉધોગપતિઓએ પોતાના નામ છુપાવવા માટે જાણે કે હવાતિયાં માર્યા હતા. જો કે પોલીસની આ કાર્યવાહીથી બચવા ઉધોગપતિઓએ કેટલીકે તરકીબો અજમાવી હતી જેમાં એક વાત તો એ સામે આવી છે કે મીડિયાને આપવામાં આવેલા નામોના લિસ્ટમાંથી ચિરાયુ અમીનના પત્ની માલવિકા અમીનનું નામ જ ગાયબ થઇ ગયું હૉવાનું બહાર આવ્યું છે.
રેડમા પકડાયેલા માલવિકા અમીનના બ્લડના નમૂના પણ લેવામાં આવ્યા હતા. જો કે તેમ છતાં તેમનું નામ યાદીમાંથી ગાયબ હતું. જેના કારણે મલ્લિકાની વિગતો બહાર આવી ના હતી. જો કે આજે આ બાબતે વિવાદ સજાયો છે અને આ યાદીમાં પોલીસે ઇરાદ પૂર્વક નામ ના દર્શાવ્યું હોવાનો આક્ષેપ થઇ રહ્યા છે. ત્યારે પોલીસે ખુલાશો કર્યો છે કે માલવિકાનું નામ યાદીમાં નથી પરંતુ એમનું નામ એફઆઈઆરમાં સામેલ છે અને તેમના વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
