Ahmedabad News/ અમદાવાદમા યોજાઈ 47મી ગુજરાત રાજ્ય પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ સ્પર્ધા

અમદાવાદના નિકોલ ખાતે 47મી ગુજરાત રાજ્ય પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Top Stories Gujarat

Ahmedabad News: અમદાવાદના નિકોલ ખાતે 47મી ગુજરાત રાજ્ય પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાત અને દેશના વિવિધ રાજ્યોમાંથી 400 થી વધુ દિવ્યાંગ ખેલાડીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ ખેલાડીઓ નેશનલ, ઇન્ટરનેશનલ તેમજ એશિયા પેરા એથ્લેટિક્સ ગેમ્સ જેવી રમતોમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી ચૂક્યા છે. જેમનું આ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 45 થી વધુ પેરાલિમ્પિક રમતવીરોની નેશનલ ગેમ્સ માટે પસંદગી કરવામાં આવી છે અને તેઓ ગુજરાત રાજ્ય પેરા એથ્લેટિક્સ એસોસિએશનમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે.

47મી ગુજરાત રાજ્ય પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં શોટ પુટ, બરછી ફેંક, વ્હીલ થ્રો, 100 અને 200 મીટર દોડ, લાંબી કૂદ, ​​ઉંચી કૂદ અને ક્લબ થ્રો જેવી સ્પર્ધાઓનો સમાવેશ થાય છે. GSAA એ એથ્લેટિક્સ અને વિકાસ માટે સમર્પિત અગ્રણી સંસ્થા છે. પ્રતિભાને ઉછેરવા અને ખેલદિલીને પ્રોત્સાહન આપવાના મિશન સાથે સ્થપાયેલ, GSAA તમામ ઉંમર અને ક્ષમતાના એથ્લેટ્સ માટે શ્રેષ્ઠ સુવિધાઓ, તાલીમ કાર્યક્રમો અને સ્પર્ધાત્મક તકો પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.

એસોસિએશન ઉભરતા એથ્લેટ્સને ઓળખવામાં અને ટેકો આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચો પર શ્રેષ્ઠ દેખાવ કરવા માટે જરૂરી માર્ગદર્શન અને સંસાધનો પ્રદાન કરે છે. કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય પેરા એથ્લેટીક્સ એસોસીએશનના પ્રમુખ કાંતિભાઈ પરમાર, સેક્રેટરી ચંદુભાઈ ભટ્ટી, પવન સિંધીએ ભાગ લીધો હતો. સમાજના સમર્થકો, સંયોજક ગૌરવ પરીખ, જિલ્લા રમતગમત વિકાસ અધિકારી સમીરભાઈ પંચાલ સહિત વિકલાંગ ખેલાડીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બેંગલુરુની 15 શાળાઓને બોમ્બથી ઉડવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ


આ પણ વાંચો: અધધધધધધ….૭૨૦ જેટલા નશાયુકત ઇન્જેક્શન મળ્યા, જુઓ ક્યાં અને કેવી રીતે..!

આ પણ વાંચો: પતિને વારંવાર ફોન કરવા પર પત્ની જ્યારે રૂમમાં પહોંચી તો પરિસ્થિતિ જોઈને ચોંકી ગઈ

આ પણ વાંચો: ભિખારીનો આભાર અને પોલીસનું ડહાપણ, અપહરણની આશ્ચર્યજનક વાર્તા