Bhavnagar News/ સાયબર ડિજિટલ એરેસ્ટ વૃદ્ધને ધમકી આપીને 15 લાખની ઠગાઈ, દાહોદના શખ્સની ધરપકડ

સાયબર સેલ ટીમે દાહોદના સંજેલી ગામના 23 વર્ષના ધનંજય મુકેશ પુરોહિતની ધરપકડ કરવામાં આવી છે.

Gujarat Others Breaking News

ભાવનગરના એક વૃદ્ધ બિલ્ડરને ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા 15 લાખની નોટ પર રકમ પડાવી લેવાના કેસમાં ભાવનગર સાયબર સેલ ની ટીમે મૂળ દાહોદ જિલ્લાના એક શખ્સની ધરપકડ કરી છે. 65 વર્ષના મથુર જીવરાજ પટેલ, જેણે ભાવનગર શહેરમાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય શરૂ કર્યો છે, એણે સાયબર ઠગોથી ખોટી રીતે કેસની પતાવટ માટે રૂપિયા 15 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. આ સંપૂર્ણ બનાવ ચોંકાવનાર છે, જ્યારે તેણે દાહોદ જિલ્લાના સંજેલી ગામના ધનંજય મુકેશ પુરોહિત વિરુદ્વ ગેરકાયદેસર રીતે ફસાવવાની ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની શરૂઆત 7 નવેમ્બરના રોજ થઈ હતી, જ્યારે માથુરજીને એક અજાણ્યો કોલ આવ્યો, જેમાં કોલ કરનારાએ પોતાને CBI અને પોલીસ તરીકે ઓળખ આપી. તે તેમને કહ્યું કે તેમના પાર્સલમાં ડ્રગ્સ અને અન્ય ગેરકાયદેસર સામગ્રી છે. આ આધારે તેણે ગેરકાયદેસર સોદો કરવા માટે 15 લાખની રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરવાની ધમકી આપી.

આ મામલે સાયબર સેલમા ફરિયાદ નોંધવામાં આવી હતી, ત્યારબાદ વૃદ્ધ બિલ્ડરને પોતે સાયબર છેતરપિંડીનો ભોગ બન્યાનો ખ્યાલ આવતા ભાવનગર સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી, ફરિયાદ આધારે સાયબર સેલના જવાનોએ દાહોદ જિલ્લાના સંજેલી ગામના ધનંજય મુકેશ પુરોહિત ઉંમર વર્ષ 23 વાળાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સાયબર સેલ ટીમે વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં ડિજિટલ એરેસ્ટનો મોટો કેસ : સીનીયર સિટીઝન પાસેથી રૂ.1,15,50,000 પડાવ્યા

આ પણ વાંચો: રાજ્યમાં ડિજિટલ એરેસ્ટની બે ઘટનામાં લાખો રૂપિયા લૂંટી લેવાયા

આ પણ વાંચો: અમદાવાદ સાઇબર ક્રાઇમે ડિજિટલ એરેસ્ટના ગુનામાં 4 તાઇવાનીઝ સહિત 13ની કરી ધરપકડ