Kutch News: કચ્છ (Kutch) અંજારના (Anjaar) ભીમાસર પાસે ટ્રેનની અડફેટે આવતા મહિલા સહિત તેના પુત્રના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. મોડી રાત્રે કચ્છ એક્સપ્રેસની અડફેટે આવતા 3 લોકોના મોતથી રેલ્વે પોલીસે તપાસ હાથ ધરી છે. મોતનું સચોટ કારણ શોધી શકાયું નથી.
મળતા અહેવાલો અનુસાર કચ્છ જીલ્લાના અંજારના ભીમાસર નજીક મહિલા અને તેના બે પુત્રો પાલનપુર ટ્રેનમાં પરત ફરી વળ્યા હતા, ત્યારે ભીમાસર બાજુ જવા પાટા ઓળંગતી વખતે ટ્રેન નીચે આવી જતાં 3 લોકોના મોત થયા છે. ગાંધીધામ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પતિની નજર સામે પત્ની, પુત્રોના મોત થતાં પરિવાર વિખેરાઈ ગયું છે. પરિવારમાં માતમ છવાયો છે.

વલસાડ જિલ્લાના વાપી રેલવે સ્ટેશન પર 3 યાત્રીઓના ટ્રેનની અડફેટે આવતા મોત નીપજ્યા હતા. પ્લેટફોર્મ નંબર 2 પર ટ્રેક ક્રોસ કરતી વખતે તીરીવેલી ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવતા મોત થયા હોવાનું સામે આવ્યું છે. રેલવે સ્ટેશનમાં જ ત્રણ યાત્રીઓના મોતને ભેટ્યા હતા. રેલ્વે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:પ્રેમી અને પ્રેમિકાએ ટ્રેનની અડફેટે આવીને આત્મહત્યા કરી, વિસ્તારમાં ભયનો માહોલ
આ પણ વાંચો:વંથલીમાં ટ્રેનની અડફેટે આવતા યુવકનું મોત
આ પણ વાંચો:વાપી સ્ટેશને ટ્રેનની અડફેટે 3 મુસાફરોના મોત
