Surendranagar/ ચુડા તાલુકામાં કુવામાં 2 સગા ભાઈ-બહેનના મૃતદેહ મળ્યા, મૃત્યુનું કારણ અકબંધ

સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં આવેલા એક ગામની સીમમાં આવેલા કુવામાંથી સગા ભાઈ-બહેન 2 બાળકોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ….

Top Stories Gujarat Others Breaking News

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં આવેલા એક ગામની સીમમાં આવેલા કુવામાંથી બે બાળકોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતકો સગા ભાઈ-બહેન હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાથી ગામમાં શોકનું વાતાવરણ છે.

બંને બાળકોના મોતનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં કોઈ અન્ય વ્યક્તિની સંડોવણી હોવાનું જણાતું નથી.

પોલીસે બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. આ ઘટનાથી ગામમાં શોકનું વાતાવરણ છે. પરિવાર આ ઘટનાથી ભારે આઘાતમાં છે. પોલીસે વધુ વિગતે આ ઘટનાની તપાસ હાથ ધરી છે.

@ SACHIN PITHVA


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરેન્દ્રનગરની દૂધરેજ પાસેની ખુલ્લી કેનાલ મોતના ઉઘાડા દ્વાર, છેલ્લા નવ માસમાં આઠ મૃતદેહો મળ્યા

આ પણ વાંચો: કચ્છ: કંઢેરાઈ ગામે 34 કલાકના રેસ્ક્યુ બાદ યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો

આ પણ વાંચો:સુરેન્દ્રનગરઃ કેનાલમાંથી મૃતદેહ મળવાનો કેસ સમગ્ર કેસમાં આવ્યો નવો વળાંક પત્ની સાથે આડા સંબંધોમાં યુવકની હત્યા કુડા નજીક નર્મદા કેનાલમાંથી મળ્યો હતો મૃતદેહ તીક્ષ્ણ હથિયારના ઘા