Dahod News: દાહોદના ઝાલોદમાં બે જુદાં-જુદાં અકસ્માતમાં છના મોત નીપજતા ચકચાર મચી ગઈ છે. વેલપુરા ખાતે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. વેલપુરા ખાતે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા અકસ્માતમાં બાઇક પર સવાર ચાર લોકોના મોત થયા હતા. આ અકસ્માત જી આરટીઓ ચેક પોસ્ટ ખાતે થયો હતો.
તેના પછી બીજો અકસ્માત ઇકો કાર અને બાઇક વચ્ચે થયો હતો. બાઇક પર સવાર બે લોકોના મોત થયા હતા. જ્યારે એકને ગંભીર ઇજા થઈ હતી. અકસ્માત સર્જીને ઇકો કાર ચાલક ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્તને સારવાર અર્થે ઝાલોદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના પગલે તરત જ પોલીસ આવી ગઈ હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ઝાલોદની સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ફોરેન્સિક વિભાગે પણ અકસ્માત સ્થળના પુરાવા એકત્રિત કર્યા છે.
બે બાઇક અથડાતા પોલીસને પણ આશ્ચર્ય થયું છે, પોલીસને પણ થયું કે બિકચાલકો એવી તે કઈ સ્પીડે ચલાવતા હતા કે આ રીતે ચારના મોત થયા છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ આરંભી છે. તેની સાથે બાઇકચાલકો કોઈ ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા હતાં કે નહીં તે પણ પોલીસે ચકાસી રહી છે. આ ઉપરાંત મૃતકોની ઓળખ કરીને પછી તેમના સગાવહાલને સોંપવાની કવાયત પણ પોલીસે આરંભી છે.
જ્યારે અન્ય ઇકસ્માતમાં ઇકો કારવાળાએ બાઇકને ઉડાવી દેતા બેના મોત થયા હતા. પોલીસે ઇકો કારચાલકની તપાસ આદરી છે. આ માટે નજીકના સીસીટીવી કેમેરાનો આશ્રય પણ પોલીસે લીધો છે. પોલીસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તે સીસીટીવના આધારે ટૂંક સમયમાં આરોપીને ઝડપી લેશે.
આ પણ વાંચો: દાહોદમાં માર્ગ અકસ્માતના બનાવો સંદર્ભે મલ્ટી ડાયમેન્શનલ એનાલિસીસથી અકસ્માતમાં ઘટાડો
આ પણ વાંચો: દાહોદમાં અકસ્માતમાં પતિ-પત્ની અને પુત્રના મોત
