Surat News/ સુરતમાં રાંદેર પોલીસે 5 વર્ષના બાળકનું પરિવાર સાથે કરાવ્યું સુખદ મિલન

બપોર 12 વાગ્યે બાળક ગુમ થયાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી.

Top Stories Gujarat Surat

Surat News: સુરત(Surat)માં 5 વર્ષનું બાળક ગુમ થયાના 10 કલાકમાં રાંદેર પોલીસે CCTV અને ફોટાની મદદથી શોધી કાઢી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે.

સુરતમાં ગઈકાલે બપોર 12 વાગ્યે બાળક ગુમ થયાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. 5 વર્ષના બાળકના માતાપિતા નવયુગ કોલેજની ગલીમાં મજૂરી કામ કરે છે. દરમિયાન બાળક માતાપિતા સાથે સાઈટ પર હતો ત્યારે નવયુગ કોલેજથી બાળક ચાલતો નીકળ્યો હતો. બાળક ગભરાયેલો હોવાથી ચાલતા ચાલતા અંદાજિત 7 કિમી જેટલું ચાલ્યો હતો. જેથી તેના પગમાં છાલા પડી ગયા હતા. સખત થાકના કારણે ઊંઘ આવી જતા બાળક સુઈ ગયો હતો.

બાળક ગુમ થતાં તેના માતાપિતાએ રાંદેર પોલીસ(Rander Police)ને ઘટના જણાવી હતી. પોલીસે તુરંત ઘટનાના બધા જ CCTV ચેક કરવા લાગી હતી તેમજ ફોટાની મદદથી 10 કલાકમાં ખોવાયેલા બાળકને તેના માતાપિતા સાથે પુન: મિલન કરાવ્યું હતું. છેત્રપાલ દાદાના મંદિર નજીક રાત્રે બાળક ઊંઘી ગયો હતો જ્યાંથી પોલીસે તેને શોધી કાઢ્યો હતો. બાળક મળી આવતા પરિવારે પોલીસનો આભાર માન્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઓસ્ટ્રેલિયામાં સી પ્લેન ક્રેશ, 3 ઘાયલ અને 3 ગુમ

આ પણ વાંચો:વિદેશ મંત્રાલયે કહ્યું, ‘રશિયન આર્મીમાં ભરતી થયેલા 12 ભારતીયોના મોત થયા છે, અન્ય 16 ગુમ થયા

આ પણ વાંચો:સ્કોટલેન્ડની નદીમાંથી ભારતીય વિદ્યાર્થીની લાશ મળી, તે મહિનાની શરૂઆતથી ગુમ હતી