Surat News/ પ્રેમિકાએ વાત બંધ કરતાં યુવક તલવાર લઈ વડોદરાથી સુરત પહોંચ્યો, યુવકે પોલીસ ઉપર પણ હુમલો કર્યો

સુરતના પલસાણા તાલુકામાં બારસડી ગામમાં રહેતી પ્રેમિકાએ વાત કરવાની બંધ કરી તો, યુવક ખુલી તલવાર લઈ ગામમાં આવ્યો… ગ્રીષ્માકાંડ થતા રહી ગયો.

Top Stories Gujarat Surat Breaking News

Surat News : સુરતમાંથી હચમચાવી નાખનાર સમાચાર સામે આવ્યા છે. સુરતના પલસાણા તાલુકા બારાસડી ગામના એક પરિવારની યુવતીને વડોદરામાં રહેતા એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. બન્ને ફેસબુકથી એકબીજા નજીક આવ્યાં હતાં, જોકે કોઈ કારણસર આખરે યુવતીએ યુવક સાથે વાતચીત કરવાનું બંધ કરી દેતાં યુવક ગુસ્સે થઈ ગયો હતો અને પાગલ પ્રેમીની જેમ વડોદરાથી પલસાણાના બરાસડી યુવતીના ગામમાં ખુલ્લી તલવાર લઈને આવી ગયો હતો. સુરતમાં ફરી ગ્રીષ્માકાંડ થતા રહી ગયો હતો. પોલીસે મહામહેનતે આરોપીને પકડીને તેની ધરપકડ કરી હતી.

મળતી માહિતી અનુસાર, યુવકને ખુલ્લી તલવાર સાથે આવેલો જોઇને સ્થાનિકો લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. લોકોએ આ ઘટના જોઈને પલસાણા પોલીસને જાણ કરી હતી. મળેલી ફરિયાદને લઇને પલસાણા પોલીસ મથકના બીટ જમાદાર સ્થળ પર ગયા હતા, જ્યાં વાતચીત દરમિયાન એકાએક યુવકે ઉશ્કેરાઈ જઈને પોલીસકર્મીને માથામાં તલવાર મારી દીધી હતી એને લઇને હાજર પોલીસકર્મી લોહીલુહાણ થઈ જતાં તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ માથા ફરેલા યુવકના આંતકને લઇને પલસાણા પોલીસ મથકના PI વી. એલ. ગાગિયા વધુ કાફલા સાથે સ્થળ પર દોડી ગયા હતા. આ યુવકને શાંતિથી સમજાવવાના પ્રયાસો કર્યા હતા. જોકે યુવક ન સમજતાં આખરે રિવોલ્વર કાઢી હતી છતાં યુવક ટસનો મસ ન થયો હતો પોતાની જાત પર પથ્થર મારવા લાગ્યો હતો. એક હાથમાં રિવોલ્વર અને બીજા હાથમાં પથ્થર રાખી પલસાણા પોલીસ મથકના PI વી. એલ ગાગિયાએ પોતાની સૂઝબૂઝથી યુવકને પકડી લીધો હતો અને યુવકના હાથમાં રહેલાં પથ્થર અને તલવાર છોડાવી પોલીસ મથકે લઇ ગયા હતા. ગામમાં હાજર લોકોએ પ્રેમમાં પાગલ થઇ ગયેલા યુવકએ કરેલ કાંડ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી. હાલ યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. 1.5 કલાક જેટલા લાંબા સમય ગાળા બાદ યુવક પોલીસ પકડમાં આવતાં હાજર સૌકોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

સુરત પોલીસ અધિકક્ષક હિતેશ જોયસરે જણાવ્યું હતું કે, પસલાણા પોલીસની હદમાં 24 વર્ષના નીલ નામના યુવકને ગામની યુવતી સાથે મિત્રતામાં વાતચીત થતી હતી. આ બન્ને વચ્ચે ઝઘડો થતાં યુવતીએ વાત બંધ કરતાં યુવકે ગુસ્સામાં આવી તલવાર લઈને યુવતીને અને તેનાં માતા- પિતાને હેરાન કરવાની કોશિશ કરતાં ગણતરીની મિનિટમાં પલસાણા પોલીસ પહોંચી અને કોઈ બનાવ ન બને એ માટે યુવકને સમજાવવા અને અટકાવવાના તમામ પ્રયત્નો કર્યા હતા. આરોપીએ પોલીસ હેડ કોસ્ટેબલને માર માર્યો છે. પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી આગળની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દહેગામમાં દંપતી વચ્ચેના ઝઘડાનું સમાધાન કરવા જતા ધીંગાણું : તલવાર-ધોકાથી હુમલો થતા બેનાં મોત 13 ઘાયલ

આ પણ વાંચો: અમદાવાદમાં લુખ્ખાઓનો આતંક: પોલીસની હાજરીમાં તલવાર વડે હુમલાની ઘટના, લુખ્ખાઓની કરાઈ ધરપકડ

આ પણ વાંચો: કોડીનારમાં લુખ્ખાતત્વો બેફામ, વેપારી પર છરી અને તલવારથી હુમલો