સુપરસ્ટાર રજનીકાંત અને અક્ષયકુમાર ની મેગા બજેટ ફિલ્મ ‘2.0‘ નું દુબઈમાં એવું ગ્રાન્ડ મ્યુઝિક લોન્ચ થયું હતું કે બધાં જોતા જ રહી ગયા હતા. આકાશની ઉંચાઈ માંથી ફિલ્મનું પોસ્ટર નીચે ઉતારવાથી લઇને મ્યુઝિક ડાયરેક્ટર એ.આર. રેહમાનની લાઈવ પરફોરમેન્સ સુધી બધું જ એટલું જબરજસ્ત હતું કે બધાં જોતા જ રહી ગયા હતા. વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલિફામાં યોજાયેલા આ મ્યુઝિક લોન્ચ પ્રોગ્રામમાં રજનીકાંત, અક્ષય કુમાર, એ.આર. રેહમાન સહિત ફિલ્મનો સંપૂર્ણ કાસ્ટ હાજર હતો. થલાઈવાની એન્ટ્રી આ ઇવેન્ટમાં કંઈક એવી થઈ હતી કે જેણે દરેકને ચોંકાવી દીધા હતાં.
બૉલીવુડના પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા કરણ જોહર આ મ્યુઝિક લોન્ચ ઇવેન્ટને હોસ્ટ કરતા જોવા મળ્યા હતા. તે જ સમયે ‘બાહુબલી’ ના ભલ્લાલદેવ એટલે કે એક્ટર રાણા દગ્ગુબતી પણ તેનો સાથ આપવા મંચ પર પહોંચી ગયા હતા. જાણકારી મુજબ આ ગ્રાન્ડ ઇવેન્ટ પર કુલ 15 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા.
