વિશ્વની સૌથી મોટી ઇ- કોમર્સ કંપની એમેઝોનના સંસ્થાપક અને સીઈઓ જેફ બેઝોસ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. જેફ બેઝોસે કમાણીમાં મામલામાં માઈક્રોસોફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્સને પાછળ છોડી દીધા છે. ફોર્બ્સે દ્વારા જાહેર અહેવાલ મુજબ, એમેઝોનના શેરોમાં ૨ ટકાનો વધારો થતા બેઝોસની કુલ સંપત્તિ વધીને ૯૦.૬ અબજ ડોલર થઇ ગઈ છે જયારે બિલ ગેટ્સની સંપત્તિ ૯૦.૧ અબજ ડોલર છે.
ઉલ્લેખનિય છે કે, આ પહેલા જુલાઈમાં થોડાક કલાકો માટે બેઝોસ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બન્યા હતા. ૨૭ જુલાઈના રોજ એમેઝોનના શેરોમાં વધારો થતા બેઝોસની કુલ સંપત્તિમાં વધારો થતા તેઓ અમીર વ્યક્તિ બન્યા હતા પરંતુ ત્યારબાદ દિવસભર દરમિયાન શેરોમાં ઘટાડો થતા અમીરોની યાદીમાં બિલ ગેટ્સ ધનિક વ્યક્તિ બન્યા હતા.
