Visnagar News/ વિસનગરના ઘરોઇ કોલોની રોડ પર કેનેડાના વર્ક પરમિટ અપાવવાને બહાને કરી રૂ.7.15 લાખની ઠગાઈ

આરતી રાજેશકુમાર શર્મા 2022માં ડોસાભાઈ બાગની સામે, સ્પેનચંદન મોલની અંદર આલાપ અંગ્રેજી એકેડમી ચલાવે છે. જેમાં જુલાઈમાં IELTSના ક્લાસ શરૂ થયા હતા.

Top Stories Gujarat Breaking News

Visnagar News: વિસનગરના (Visanagar) ઘરોઇ કોલોની રોડ પર આવેલી ધનશ્યામ નગર સોસાયટીમાં રહેતી એક યુવતીને કેનેડાની (Canada) વર્ક પરમિટ (Work Permit) અપાવવાના નામે અલગ-અલગ તારીખે રૂ.8,40,500 ઉપાડી લઇ છેતરપિંડી આચરી હતી.શર્મા આરતી રાજેશકુમારે રૂ.1.25 લાખ પરત કરી બાકીના રૂ.7,15,500 પરત ન કરતા વિસનગરના હેમાંગ મહેશભાઇ કંસારા સામે ફરિયાદ નોંધાવતા વિસનગર શહેર પોલીસે છેતરપિંડી અને ઉચાપતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આરતી રાજેશકુમાર શર્મા 2022માં ડોસાભાઈ બાગની સામે, સ્પેનચંદન મોલની અંદર આલાપ અંગ્રેજી એકેડમી ચલાવે છે. જેમાં જુલાઈમાં IELTSના ક્લાસ શરૂ થયા હતા, તે દરમિયાન ક્લાસના માલિક હેમાંગભાઈ કંસારા ક્લાસમાં ભણાવતા હતા અને શું પ્લાન છે તેમ પૂછ્યું હતું. આરતીએ મને કેનેડા જવાનું કહ્યું એટલે મેં કેનેડા જવા માટે અરજી કરી. અલગ-અલગ તારીખે હેમાંગ કંસારાએ રૂ. તેઓએ વિદેશ મોકલવાના બહાને રૂ.8,40,500ની ઉચાપત કરી હતી અને કામ ન થતાં આરતીએ પૈસા પાછા માંગ્યા હતા અને રૂ. 1.25 હજાર પરત કર્યા હતા. જે બાદ તેણે માંગણી કરી હતી કે તું તેની સાથે ગમે તે કરી લે, પૈસા પાછા નહીં મળે. આથી આરતી શર્માએ વિસનગર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એજન્ટનું લાયસન્સ ધરાવતા હેમાંગ મહેશભાઈ કંસારાએ વર્ષ 2022 થી 2024 દરમિયાન કેનેડા જવાની વર્ક પરમીટ અપાવવાના બહાને રૂ.7,15,500 લીધા હતા અને વર્ક પરમીટ આપી ન હતી. વિસનગર શહેર પોલીસે કંસારા હેમાંગ મહેશભાઈ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિસનગરનું કડા ગામ હીબકે ચડ્યું, મહાકુંભમાં મૃત્યુ પામનાર વૃદ્ધના સિદ્ધપુરમાં અંતિમસંસ્કાર કરાયા

આ પણ વાંચો:વિસનગરમાં જૂથ અથડામણમાં 2 મહિલા સહિત 6 ઘાયલ, 18 લોકો સામે નોંધાયો ગુનો

આ પણ વાંચો:મહેસાણાના વિસનગરમાં નજીવી બાબતે જૂથ અથડામણ