Rajkot News/ ‘સમય છે પાછા વળો ફાયદામાં રહેશે’:કોંગ્રેસના નેતા મનહર પટેલની રાદડિયાને સલાહ

મનહર પટેલે કહ્યું કે, જયેશ રાદડિયા 2 ઉમેદવારને ટિકિટ પણ નથી અપાવી શકતા… “ભાજપ જયેશ રાદડિયા સામે બદલો લઈ રહી છે, ભાજપ જયેશ રાદડિયાની કારકિર્દી સાથે રમત રમી રહી છે….

Top Stories Gujarat Rajkot Politics

Rajkot News : સૌરાષ્ટ્રના રાજકીય વિવાદો રાજકારણમાં ચર્ચાનો વિષય બની રહ્યાં છે. જેમાં હવે જેતપુર ભાજપમાં જયેશ રાદડીયા પર કોંગ્રેસ નેતા મનહર પટેલે આક્ષેપ કર્યો છે. લાંબા સમયથી સૌરાષ્ટ્રના આ યુવા નેતા અનેકવાર તેઓ જાહેર મંચ પરથી નિવેદનો આપી ચૂક્યા છે. ત્યારે આવામાં કોંગ્રેસના નેતાએ જયેશ રાદડિયાને કોંગ્રેસમાં પરત ફરવાની સલાહ આપી છે. કોંગ્રેસના નેતા મનહર પટેલે રાદડીયાને કહ્યું કે, સમય છે પાછા વળો ફાયદામાં રહેશે. કોંગ્રેસના નેતાએ આપેલ સલાહથી રાજકીય માહોલ ગરમાયો છે.

મળતી માહિતી અનુસાર, જેતપુર BJPના ડખા પર Congress નેતા મનહર પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. મનહર પટેલે કહ્યું કે, ભાજપમાં જયેશ રાદડીયા પોતાના 2 ઉમેદવારોને ટીકીટ પણ અપાવી શક્તા નથી. મને યાદ છે અને હું સાક્ષી પણ છું કે વિઠ્ઠલભાઈ રાદડિયા રાજકોટ જિલ્લા પંચાયતના ઉમેદવારોના કોરા મેન્ડેન્ટ મંગાવતા અને ખુદ ઉમેદવાર પસંદ કરતા હતા. આ કોંગ્રેસમાં વિઠ્ઠલ રાદડિયાનો સમય હતો. આજે BJPના જયેશ રાદડિયા પોતાના 2 ઉમેદવારોને ટિકિટ પણ અપાવી શક્તા નથી અને સમાજ સામે ભાષણ કરો છો કે માયકાંગલાઓને નેતા ન બનાવો. Congress નેતા મનહર પટેલએ આપેલી પ્રતિક્રિયાથી રાજકીય વાતવરણમાં વિવાદ વકર્યો છે.

વધુમાં Congress મનહર પટેલે આગળ કહ્યું કે, 2019 માં પોરબંદરના લોકસભાના ઉમેદવારમાં જયેશ રાદડિયાનું ન ચાલ્યું હતું. આજે જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારની પસંદગીમાં પણ ન ચાલ્યું. આ બંને કિસ્સામાં કમલમના રાજકીય સંકેત પડ્યા છે, અને આવનાર સમયમાં જેતપુર વિભાનસભાના ઉમેદવારમાંથી પણ આપને હાથ ધોવાનો સમય આવી શકે તેમ છે. મારી વાત સકારાત્મક લેશો અને સમય છે પાછા વળો ફાયદામાં રહેશે. મનહર પટેલનું આ નિવેદન જેતપુરમાં ટિકિટ ફાળવણી બાદ થયેલા વિવાદ બાદ સામે આવ્યુ છે.

જેતપુરમાં રાદડિયા જૂથ અને કોરાટ જૂથનો વિવાદ સામે આવ્યો છે. પાલિકાના પૂર્વ પ્રમુખની ટિકિટ કાપવાનો મામલો વકર્યો છે. સુરેશ સખરેલીયા જયેશ રાદડિયાના નજીકના નેતા છે. પરંતુ સુરેશ સખરેલીયાની ટીકીટ પ્રશાંત કોરાટના કહેવાથી કાપી હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. આ પહેલા એક સમૂહ લગ્નમાં જયેશ રાદડિયાએ વિરોધીઓને કહ્યું હતું  કે, મારૂં તીર સીધુ જ આવે વાંકુ ચુકુ ન હોય સીધું નિશાન ઉપર હોય. ત્યારે સુરેશ સખરેલીયાનું પત્તુ કાપવા ગાંધીનગરથી વિરોધીઓનું સીધું તીર આવ્યું છે. ગાંધીનગરથી છુટેલી તીર સીધું જયેશ રાદડિયા માટે હતું કે શું તેવી જેતપુરમાં ચર્ચા ઉઠી છે. આ સમગ્ર મામલે રાજકારમાં ગરમાવટ ફેલાઈ છે અને અવનવી ચર્ચાઓ થઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જામકંડોરણામાં ટપોરી વિવાદ વકર્યો, પાટીદાર નેતાએ જયેશ રાદડિયાને આપ્યો સણસણતો જવાબ

આ પણ વાંચો: મને નડ્યા એનો હિસાબ બરોબરનો થઈ જશે, માટે નડવાનું રહેવા દોઃ જયેશ રાદડિયા

આ પણ વાંચો: જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચેની કોલ્ડવોર ઠંડી પાડવા દિલીપ સંઘાણી મેદાનમાં