Gandhinagar News: ગુજરાત પોલીસ(Gujarat Police)માં પોતાની અલગ છાપ ધરાવતા 1998ની બેચના IPS અધિકારી અભય ચુડાસમા(Abhay Chudasama)એ સ્વેચ્છાએ રાજીનામું (Resignation) આપી દીધું છે. જોકે, રાજ્ય સરકારે હજુ સુધી રાજીનામું સ્વીકાર્યું નથી.
![]()
અહેવાલ અનુસાર તેમણે 3 જાન્યુઆરીના રોજ સવારે 10 વાગ્યે રાજ્ય પોલીસ વડા(DGP)ને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. તેઓ હાલમાં ગુજરાત પોલીસમાં એડિશનલ ડીજીપી (ADGP) તરીકે કાર્યરત છે. નિવૃત્તિ(Retirement)ના થોડા મહિના પહેલા જ તેમણે રાજીનામું કેમ આપ્યું અને શા માટે તેમણે આવું કર્યું તેની ઘણી ચર્ચા થઈ રહી છે. અભય ચુડાસમા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ (Encounter Specialist) તરીકે પણ જાણીતા છે. તેઓ ગુજરાત પોલીસના ઘણા મહત્વપૂર્ણ કેસ સાથે સંકળાયેલા હતા. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ હોય કે અન્ય મહત્વપૂર્ણ કેસ, તેમણે તેને ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
મહત્વનું છે કે અભય ચુડાસમા ઓક્ટોબરમાં જ નિવૃત્ત થવાના હતા. પરંતુ, કોઈ કારણોસર તેમણે નિવૃત્તિના સાત મહિના પહેલા સ્વેચ્છાએ રાજીનામું ધરી દેતા અનેક અટકળો પર પૂર્ણવિરામ મૂકી દેવાયું છે. અગાઉ જુનાગઢના એસપી હર્ષદ મહેતાએ પણ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હતું, જેને સરકારે સ્વીકાર્યું હતું.
આ પણ વાંચો:દેવાંગ વ્યાસે એડિશનલ સોલિસિટર જનરલના પદ પરથી રાજીનામું આપ્યું
આ પણ વાંચો:જુનાગઢના SP હર્ષદ મહેતાનું રાજીનામું, પોલીસ બેડામાં ચકચાર
આ પણ વાંચો:પૂર્વ કોર્પોરેટરએ કોંગ્રેસના નેતા પર ટિકિટ વેચવાનો આક્ષેપ કર્યો, રાજીનામું આપીને AAPમાં..
