Narmada News: નર્મદા જયંતિ (Narmada Jayanti) નિમિત્તે, નર્મદાના માંગરોળ (Mangrol) ગામમાં નર્મદા કિનારે તમામ ગ્રામજનો અને ભક્તો દ્વારા નર્મદા મૈયાને 1500 ફૂટ લાંબી સાડી અર્પણ કરવામાં આવી હતી. નર્મદામાં મોટી હોડીઓ શણગારવામાં આવી હતી, જેમાં એક મોટી હોડી અને 10 હોડીઓનો કાફલો સાડીને સામેના કિનારે લઈ ગયો હતો અને બંને કિનારે પહોંચ્યા પછી, 1500 ફૂટ લાંબી સાડી નર્મદા (Narmada River) મૈયાને અર્પણ કરવામાં આવી હતી.

પવિત્ર નદી નર્મદા, જેના દર્શનથી જ વ્યક્તિ શુદ્ધ થઈ જાય છે, તે નર્મદા જિલ્લામાંથી પસાર થાય છે, તેથી નર્મદા જિલ્લાના નર્મદા કિનારે આવેલા ગામડાઓમાં નર્મદા જયંતીની ઉજવણી ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિ સાથે કરવામાં આવતી હતી. આજે મા નર્મદાનો પ્રગટ દિવસ હોવાથી, માંગરોળના તમામ ગ્રામજનો દ્વારા નર્મદા જયંતીની ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
આજે નર્મદા જયંતિ પર ગ્રામજનો અને ભક્તો દ્વારા નર્મદા મૈયાને 1500 ફૂટ સાડી અર્પણ કરવા માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામમાં ખૂબ જ ધામધૂમથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. કળશ કન્યા અને મહિલા મંડળની બહેનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો. જેમાં બહેનો અને ગ્રામજનોએ સુરતથી ખાસ મંગાવેલી સાડીઓના મોટા રોલ મોટા જથ્થામાં બનાવીને હાથમાં સાડીઓ પકડીને નર્મદા કિનારે પહોંચ્યા હતા. 10 થી 12 હોડીઓની મદદથી, સાડીના છેડા એક કાંઠાથી બીજા કાંઠા સુધી લઈ જવામાં આવ્યા અને 1500 ફૂટ લાંબી સાડી નર્મદા મૈયાને અર્પણ કરવામાં આવી.

નર્મદા જયંતિ નિમિત્તે એક અનોખા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, નર્મદા પૂજા, કન્યા પૂજા, સાડી પૂજા અને આરતી પૂજા પછી, દીવા પ્રગટાવવામાં આવ્યા હતા અને નર્મદામાં તરતા મૂકવામાં આવ્યા હતા. સુરતથી 1500 ફૂટની 100 સાડીઓનો રોલ લાવવામાં આવ્યો હતો. જેને મોટા રોલમાં ફેરવવામાં આવ્યો હતો. સાડી અર્પણ કર્યા પછી, તેને ગામની મહિલાઓમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવી.
આ પણ વાંચો:નર્મદાના નીર કચ્છના છેવાડાના ગામડાઓ સુધી પહોંચશે, નાબાર્ડે મંજૂર કર્યા ₹2006 કરોડ
આ પણ વાંચો:કચ્છનું નાનું રણ બેટમાં ફેરવાયું, નર્મદાના પાણીના કારણે અગરીયાઓને કરોડોનું નુકસાન
આ પણ વાંચો:સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાતા CM ભૂપેન્દ્ર પટેલે નીરના વધામણા કર્યા
