નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધ વિરોધ પ્રદર્શન હવે વિદેશોમાં પણ પહોંચ્યું છે.અમેરિકામાં વોશિંગ્ટનમાં ફરી એક વાર કેટલાક લોકોએ CAAના વિરોધમાં દેખાવો કર્યા હતા.આ વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે યોજવામાં આવ્યું હતું.
અમેરિકામાં ભારતીય એમ્બેસી બહાર એકત્ર થયેલા 150 જેટલા લોકોએ CAAના વિરોધમાં દેખાવો કર્યા હતા. વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોના જૂથે ‘યુનાઈટેડ અગેઈનસ્ટ હેટ’ અને ‘સ્ટોપ ડિવાઈડિંગ ઈન્ડિયા’ના પોસ્ટર્સ પણ દર્શાવ્યા હતા.
ગ્રેટર વોશિંગ્ટન વિસ્તારમાંથી આ લોકો અહીં પ્રદર્શન માટે આવ્યા હતા.દેખાવો કરી રહેલા પ્રદર્શનકારોએ જણાવ્યું કે ભારતની બિનસાંપ્રદાયિકતા પર જોખમ છે. ભાજપના નેતૃત્વની ભારત સરકાર વિરુદ્ધ ટોળાએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને રાષ્ટ્રગીત પણ ગાયું હતું. લોકોએ ધર્મના આધારે નાગરિકતા આપવા માટેના કાયદાનો વિરોધ દર્શાવ્યો હતો. યુએસમાં છેલ્લા નવ દિવસમાં એમ્બેસી નજીક આ ત્રીજી વખત વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન કાયદામાં ભારતમાં 31 ડિસેમ્બર 2014 સુધી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તામાંથી આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોને ભારતની નાગરિકતા આપવાની જોગવાઈ કરાઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
