Surat News/ સુરતના વાલક બ્રિજ પર ગમખ્વાર અકસ્માત, 2 ભાઈઓના મોત

જ્યારે એક મહિલા સહિત ચાર લોકોની હાલત ગંભીર હોવાથી સારવાર ચાલી રહી છે.

Top Stories Gujarat Surat Breaking News

Surat News: સુરત(Surat)ના વાલક બ્રિજ પર મોડી રાત્રે ભયાનક અકસ્માત(Accident)માં બે ભાઈઓના મોત થયા હતા, જ્યારે એક મહિલા સહિત ચાર લોકોની હાલત ગંભીર હોવાથી સારવાર ચાલી રહી છે.

અહેવાલો અનુસાર, ગઈકાલે મોડી રાત્રે સુરતના આઉટર રિંગ રોડ પર લસ્કાના વાલક અબ્રામા બ્રિજ પર પૂરપાટ ઝડપે દોડતી એક કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો અને ડિવાઈડર કૂદીને રસ્તાની સામે બાજુ પહોંચી ગયો હતો. કાર ચાલકે વિરુદ્ધ દિશામાંથી આવતા કુલ પાંચ વાહનોને એક પછી એક ટક્કર મારી અને 6 લોકોને ઈજાગ્રસ્ત કર્યા હતા. આ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ચાર ઘાયલોની હાલત ગંભીર છે, તેમની સારવાર ચાલી રહી છે.

અકસ્માતમાં કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. તેમજ રસ્તામાં આવતા વાહનો પણ ચકનાચૂર થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતાં લસ્કાના પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘટના બાદ લોકો પણ ભેગા થઈ ગયા હતા. અકસ્માત સમયે કારમાં ચાર યુવાનો હતા. આમાંથી, પાછળ બેઠેલા એક યુવાનને લોકોએ પકડી લીધો અને પોલીસને સોંપી દીધો, જ્યારે ડ્રાઈવર અને બીજો યુવાન ભાગી ગયા.

મૃતકના ભાઈએ જણાવ્યું કે જ્યારે મારા બંને ભાઈઓ લગ્નમાંથી પાછા ફરી રહ્યા હતા, ત્યારે વિરુદ્ધ દિશામાંથી આવતી એક કાર ડિવાઈડર કૂદી ગઈ, ખોટી દિશામાં ગઈ અને મારા બે ભાઈઓ અને અન્ય ચાર લોકોને ટક્કર મારી. આ બધા કારના ડ્રાઇવરોએ સવારે દારૂ પીધો હતો અને કારની ગતિ 130 થી 150ની વચ્ચે હતી. આ રીતે ગાડી ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. અમારો પરિવાર વેરવિખેર થઈ ગયો છે, પરંતુ અન્ય પરિવારો સાથે આવું ન બને તે માટે પગલાં લેવા જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભરૂચના અંકલેશ્વરમાં ટ્રક પાછળ કાર ઘૂસી જતાં સર્જાયો ગમખ્વાર અકસ્માત

આ પણ વાંચો:જામનગરની ટ્રાફિક શાખા અને RTO કચેરી દ્વારા અકસ્માતો ઘટાડવા મેગા ડ્રાઇવ

આ પણ વાંચો:ધંધુકામાં અણિયાળી-સાલાસર રોડ પર અકસ્માતમાં વાહનચાલકનું મોત