મુંબઈ: બોલીવુડના દિગ્ગજ અભિનેતા ઓમ પુરીનું 66 વર્ષની વયે મુંબઈ ખાતે નિધન થયુ છે. હ્રદય રોગના હુમલાથી ઓમ પુરીનું નિધન થયુ છે. સવારે ડ્રાઇવર ઘરે પહોચીને ઘરનો દરવાજો ખખડાવ્યો પણ કોઇ જવાબ નહી મળતા ડ્રાઇવરે પાડોશીઓ અને વર્સોવા પોલીસને જાણ કરી હતી. તેમની બોડીને હાલ પોસ્ટ મોર્ટમ માટે કુપર હોસ્પિટલ લઈ જવામાં આવી છે.. જ્યાં ઓમ પુરી મૃત હાલતમાં મળી આવ્યા હતા.મ ઓમ પુરીના નિધનથી બોલીવુડના તેમના મિત્રોએ શોક વ્યક્ત કર્યો છે. આક્રોશ, અર્ધ સત્ય, જાનેભી દો યારો, મિર્ચ મસાલા, આસ્થા, માચિસ એ ઓમ પુરીની યાદગાર ફિલ્મો છે. ઓમ પુરીને આરોહણ અને અર્ધ સત્ય માટે બેસ્ટ એક્ટર માટે નેશનલ અવોર્ડ મળ્યો હતો.
1990માં ઓમ પુરીને પદ્મશ્રી અવોર્ડ પણ મળ્યો હતો.
ઓમ પુરીનો જન્મ 18 ઓક્ટોબર 1950ના રોજ થયો હતો.
