Sports News : ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા IND vs ENGછેલ્લી વખત ટકરાશે. IND vs ENG3 મેચની ODI શ્રેણીની છેલ્લી મેચમાં આમને-સામને થશે. પહેલી બે મેચ જીતીને, ટીમ ઈન્ડિયાએ ODI શ્રેણીમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે અને હવે ટીમ ઈંગ્લેન્ડને વ્હાઇટવોશ કરવા પર નજર રાખી રહી છે. તે જ સમયે, ઇંગ્લેન્ડ છેલ્લી મેચમાં પોતાનું સન્માન બચાવવાનો પ્રયાસ કરશે. ચાલો જાણીએ કે ત્રીજી વનડે મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ જોઈ શકાય છે.
ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી માટે ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી.
ભારત સામેની વનડે શ્રેણી માટે ઇંગ્લેન્ડની ટીમ: જોસ બટલર (કેપ્ટન), હેરી બ્રુક, બેન ડકેટ, જો રૂટ, ફિલિપ સોલ્ટ, જેમી સ્મિથ, જેકબ બેથેલ, બ્રાયડન કાર્સ, લિયામ લિવિંગસ્ટોન, જેમી ઓવરટન, જોફ્રા આર્ચર, ગુસ એટકિન્સન, સાકિબ મહમૂદ, આદિલ રશીદ, માર્ક વુડ.
સંભવિત પ્લેઇંગ ઇલેવન
ત્રીજી વનડે માટે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ 11: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, ઋષભ પંત, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી.
ત્રીજી વનડે માટે ઇંગ્લેન્ડના સંભવિત પ્લેઇંગ 11: ફિલ સોલ્ટ (વિકેટકીપર), બેન ડકેટ, જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જેકબ બેથેલ, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર/માર્ક વુડ, આદિલ રશીદ, સાકિબ મહમૂદ.
ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ત્રીજી ODI મેચની બધી વિગતો
IND vs ENG વચ્ચે ત્રીજી વનડે ક્યારે રમાશે?
IND vs ENG વચ્ચે ત્રીજી વનડે મેચ બુધવાર, 12 ફેબ્રુઆરીના રોજ રમાશે.
IND vs ENG વચ્ચે ત્રીજી વનડે ક્યાં રમાશે?
IND vs ENG વચ્ચેની ત્રીજી ODI મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
IND vs ENG વચ્ચેની ત્રીજી વનડે મેચમાં ટોસ કેટલા વાગ્યે થશે?
IND vs ENG વચ્ચેની ત્રીજી વનડે મેચ માટે ટોસ ભારતીય સમય મુજબ બપોરે ૧:૦૦ વાગ્યે થશે.
IND vs ENG વચ્ચેની ત્રીજી વનડે મેચ કેટલા વાગ્યે શરૂ થશે?
IND vs ENG વચ્ચેની ત્રીજી વનડે મેચ ભારતીય સમય મુજબ બપોરે ૧:૩૦ વાગ્યે શરૂ થશે.
ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ત્રીજી ODI મેચનું ભારતમાં લાઇવ પ્રસારણ ક્યાંથી થશે?
ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડની ત્રીજી વનડે મેચનું ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને સ્પોર્ટ્સ 18 ચેનલ પર લાઇવ પ્રસારણ કરવામાં આવશે. સ્ટાર સ્પોર્ટ્સ 2 HD/SD પર ભારત અને ઇંગ્લેન્ડની મેચનું અંગ્રેજી કોમેન્ટ્રીમાં લાઇવ પ્રસારણ કરવામાં આવશે જ્યારે મેચની હિન્દી કોમેન્ટ્રી સ્પોર્ટ્સ 18 HD/SD ચેનલ પર ઉપલબ્ધ થશે.
ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડની ત્રીજી ODI મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ભારતમાં ક્યાં ઉપલબ્ધ થશે?
ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડની ત્રીજી ODI મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટસ્ટાર OT એપ્લિકેશન અને વેબસાઇટ પર જોવા મળશે.
આ પણ વાંચો: વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં સ્પર્ધા કરવા,ટીમ ઈન્ડિયા અમદાવાદ પહોંચી
આ પણ વાંચો: કટકમાં રમાયેલી મેચ સાથે ભારતે ઇંગ્લેન્ડ સામેની વન-ડે શ્રેણી 2-0થી જીતી
આ પણ વાંચો: ગિલ, અક્ષર અને જાડેજા… આ ત્રણેયે ઇંગ્લેન્ડના ઘા પર મલમ લગાવ્યો, નાગપુરમાં એકતરફી વિજય
