Ahmedabad News: અમદાવાદના અમુક વિસ્તારોમાં શહેરીજનોને આજે પીવાનું પાણીં નહી મળે. અમ્યુકો દ્વારા શીલજ, બોપલ, ઘુમામાં પાણી કાપ મૂકવામાં આવનાર છે. આ ઉપરાંત મક્તમપુરા અને સરખેજમાં પણ પાણી કાપ મૂકવામાં આવનાર છે. ઓગણજ અંડરપાસ પાસે મેઇન્ટેનન્સની કામગીરી ચાલી રહી છે. મેઇન ટ્રન્ક લાઇનમાં કામગીરીના લીધે પાણીકાપ મૂકાયો છે.
અમદાવાદમાં ઔડા દ્વારા હાલમાં અંડરપાસનું કામ ચાલી રહ્યુ છે. આ કામકાજમાં પાણીની મુખ્ય ટ્રન્ક લાઇન નડતરરૂપ હોવાથી તેને બદલવાનું કામ ચાલી રહ્યુ છે. તેના પગલે શીલજ, બોપલ, ઘુમા, રાજપથ ક્લબ રોડ, મક્તમપુરા, સરખેજમાં સવાર પછી પાણીનો પુરવઠો બંધ રહેશે. બીજા દિવસે ગુરુવારથી રાબેતા મુજબ પાણીનો જથ્થો આપવામાં આવશે.
આ અંગે એએમસીના જળ વિભાગના જણાવ્યા મુજબ વૈષ્ણોદેવી ઓવરહેડ ટાંકીથી રીંગ રોડને સમાંતર શાંતિપુરા ચોકડી સુધી જતી 1,600 મીમી વ્યાસની જાસપુર વોટરવર્કસ આધારિત મેઇન ટ્રન્ક લાઇન ઓગણજ સર્કલ પર ઔડા દ્વારા બનાવવામાં આવેલા પાસમાં નડતર રૂપ હોવાથી તેને શિફ્ટ કરવામાં આવનારી છે.
આના પગલે સરદારધામ પાસે આવેલી ધરતી નર્સરી પાસે જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં નવી નાખેલી 2500 મીમી વ્યાસની એમ એસ ટ્રન્ક લાઇનમાંથી રિંગરોડ સમાંતર નાખેલી 1,600 મીમી વ્યાસની હયાત ટ્રન્ક લાઇનમાં જોડાણ કરવા મુખ્ય ટ્રન્ક લાઇન બંધ કરવામાં આવશે.
આ પણ વાંચો: લાઈન રિપેરિંગને લઈને અમદાવાદના અનેક વિસ્તારમાં આવતીકાલે સાંજે પાણીકાપ
