Dahod News/ દાહોદના ઝરીબુઝર્ગ ગામે કોંગ્રેસ કાર્યકર્તાઓએ ભાજપના સભ્યને માર માર્યાની ઘટના

સમગ્ર મામલે ગરબાડા પોલીસ મથકે તાલુકા ભાજપ પ્રમુખે ગુનો નોંધાવ્યો છે તેમજ માર મારી ફરાર થયેલા કોંગી સભ્યોને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Top Stories Gujarat Breaking News

Dahod News: દાહોદ(Dahod)ના ઝરીબુઝર્ગ ગામે કોંગ્રેસ કાર્યકર્તાઓએ ભાજપના સભ્યને માર માર્યાની ઘટના સામે આવી છે. ગરબાડા તાલુકાની ઝરી બુઝર્ગ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે.

દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામે કોંગ્રેસ કાર્યકર્તાઓએ પ્રચાર પડઘમ શાંત થઈ ગયા બાદ રાત્રે ખાટલા બેઠકો યોજાઈ હતી દરમિયાન કોંગી કાર્યકરોએ ભાજપના સભ્યોને ઢોર માર મારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા. ભાજપના સભ્યોએ ઝરી બુઝર્ગ ગામના કલસ્યા ફળિયામાં બેઠક યોજી હતી.  બે ગાડી લઈ 15 જેટલા કોંગી કાર્યકરો રાત્રીના સમયે મારકૂટ કરવા પહોંચ્યા હતા. જિલ્લા પંચાયતની મહિલા સભ્યના પતિ માજુ ભાભોરને ઢોર માર મરાયો હતો.

ઝરીબુઝર્ગ ગામે 15 થી 20 જેટલા લોકોએ હાથમાં લાકડીઓ અને પથ્થર સાથે ધસી આવ્યા હતા અને બેઠક યોજી રહેલા કાર્યકરો પર વરસી પડ્યા હતા. માજુ ભાભોર સાથે રહેલા ભાજપના અન્ય કાર્યકર્તાઓએ માંડ પોતાનો જીવ બચાવ્યો હતો તેમ જણાવા મળ્યું છે. અચાનક થયેલ હુમલામાં માજુ ભાભોરને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્ત ભાજપના કાર્યકર્તા માજુ ભાભોરને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. DYSP જગદીશ ભંડારી, ગરબાડા MLA મહેન્દ્ર ભાભોર હોસ્પિટલ પહોંચ્યા છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે કોંગ્રેસના સભ્યોની ક્રુઝર ગાડી કબ્જે કરી છે, સમગ્ર મામલે ગરબાડા પોલીસ મથકે તાલુકા ભાજપ પ્રમુખે ગુનો નોંધાવ્યો છે તેમજ માર મારી ફરાર થયેલા કોંગી સભ્યોને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:33 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવા મુદ્દે પૂર્વ MLA કેસરીસિંહના પ્રહાર: ‘આ સસ્પેન્ડ કરવાવાળા 2027માં…’

આ પણ વાંચો:અમદાવાદમાં ફી વધારા સામે NSUIના કાર્યકર્તાઓનો ભારે વિરોધ

આ પણ વાંચો:સીઆર પાટીલે કેમ માંગી કાર્યકર્તાઓની માફી…