Breaking News: મોડી રાત્રે પ્રયાગરાજમાં (Prayagraj) એક ભયાનક માર્ગ અકસ્માત (Accident) સર્જાયો હતો. મિર્ઝાપુર હાઈવે પર ટ્રક અને બોલેરો વચ્ચેની અથડામણમાં 10 લોકોના મોત થયા હતા જ્યારે 19 લોકો ઘાયલ થયા હતા. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહોનો કબજો સંભાળી લીધો છે. તેમજ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવાય છે કે બોલેરોમાં મુસાફરી કરી રહેલા તમામ 10 શ્રદ્ધાળુઓ સંગમ સ્નાન માટે મેળા વિસ્તારમાં જઈ રહ્યા હતા. દરમિયાન તેમની બોલેરોને અકસ્માત નડ્યો હતો.
![]()
મળતી માહિતી મુજબ, મેજામાં પ્રયાગરાજ-મિર્ઝાપુર હાઇવે પર શુક્રવારે મોડી રાત્રે આ ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 10 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. બોલેરો અને ભક્તોથી ભરેલી બસ વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બોલેરોમાં સવાર તમામ 10 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

બોલેરોમાં મુસાફરી કરી રહેલા તમામ શ્રદ્ધાળુઓ છત્તીસગઢના કોરબા જિલ્લાના રહેવાસી હતા. આ લોકો મેળા વિસ્તારમાં સંગમ સ્નાન માટે આવી રહ્યા હતા. મળતી માહિતી મુજબ તમામ મૃતકોની ઉંમર 25 થી 45 વર્ષની વચ્ચે છે અને તમામ પુરુષો છે.

આ અકસ્માતમાં સંગમ સ્નાન કરીને વારાણસી જઈ રહેલા બસમાં સવાર 19 શ્રદ્ધાળુઓ પણ ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને સીએચસી રામનગરમાં દાખલ કરવામાં આવ્યા છે. બસમાં મુસાફરી કરી રહેલા તમામ શ્રદ્ધાળુઓ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના રહેવાસી છે. મુખ્યમંત્રી આદિત્યનાથે આ દુ:ખદ દુર્ઘટના પર ગહન શોક વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો:મેયરનો પ્રયાગરાજ પ્રવાસ વિવાદમાં, પ્રજાના પૈસે ચાલતી સરકારી ગાડીમાં મહાકુંભ પ્રવાસ
આ પણ વાંચો:પ્રયાગરાજમાં ભક્તોનું ઘોડાપુર : તાત્કાલિક 28 અધિકારીઓને ખાસ પરજ પર મોકલાયા
આ પણ વાંચો:મહાકુંભમાં વિશ્વનો સૌથી લાંબો ટ્રાફિક જામઃ કટનીથી પ્રયાગરાજ રસ્તા પર 300 કિ.મી. લાંબી લાઇન
